News of Tuesday, 29th October 2024
BSNLએ આપી મોટી દિવાળી ભેટ: 356 દિવસની વેલિડિટી વાળો પ્લાન કર્યો સસ્તો : જાણો વિગત
આ પ્લાનમાં 600 GB ડેટા,અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS :લાંબી વેલિડિટી અને ઓછી કિંમત સાથેનો આ પ્લાન સિમને એક વર્ષ સુધી એક્ટિવ રાખવામાં પણ મદદ કરશે.

મુંબઈ :Jio, Airtel અને Viનું ટેન્શન વધારવા માટે, BSNL એ એક શાનદાર દિવાળી ઑફર લઈને આવ્યું છે. કંપનીએ તેની લાંબી વેલિડિટીના સસ્તા પ્લાનને વધુ સસ્તો બનાવ્યો છે. ત્યારે આ પ્લાનની કિંમતમાં રૂ. 100નો ઘટાડો કર્યો છે. કંપનીએ પોતાની ઓફિશિયલ સાઈટ દ્વારા આ દિવાળી ગિફ્ટ વિશે જાણકારી આપી છે
1999 રૂપિયાના BSNLના આ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ હવે આ પ્લાન 1899 રૂપિયામાં ખરીદી શકાશે. ફાયદાની વાત કરીએ તો, આ પ્લાનમાં યુઝર્સને 600 GB હાઈ સ્પીડ ડેટા મળે છે અને તે પણ 365 દિવસની લાંબી વેલિડિટી સાથે.
આ પ્લાનમાં 600 GB ડેટા ઉપરાંત અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. લાંબી વેલિડિટી અને ઓછી કિંમત સાથેનો આ પ્લાન તમારા સિમને એક વર્ષ સુધી એક્ટિવ રાખવામાં પણ મદદ કરશે.
Reliance Jio પાસે 1899 રૂપિયાનો પ્લાન પણ છે પરંતુ આ પ્લાન 365ને બદલે 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કુલ 24 જીબી હાઈ સ્પીડ ડેટા, ફ્રી કોલિંગ અને 3600 sms આપવામાં આવે છે. ઉપરાંત, આ પ્લાન Jio TV, Jio Cloud અને Jio Cinema જેવી એપ્સની મફત ઍક્સેસ આપે છે.
એરટેલ પાસે પ્રીપેડ વપરાશકર્તાઓ માટે 1999 રૂપિયાનો વાર્ષિક પ્લાન છે જે 365 દિવસની વેલિડિટી ઓફર કરે છે. 24 GB ડેટાના આ પ્લાન સાથે તમને દરરોજ 100 SMS અને અમર્યાદિત ફ્રી કોલિંગનો લાભ મળે છે. આ પ્લાન સાથે, Apollo 24/7, Wynk Music, Spam Protection અને Extreme Play જેવા લાભો ઉપલબ્ધ છે.
Vodafone Idea ઉર્ફે Vi ના રૂ. 1999 પ્લાન સાથે, પ્રીપેડ વપરાશકર્તાઓને 24 GB ડેટા, 3600 SMS અને મફત કૉલિંગનો લાભ મળે છે
આ મર્યાદિત સમયની ઓફર છે જે 28 ઓક્ટોબરથી શરૂ થઈ છે. આ દિવાળી ઑફરનો લાભ આવતા મહિનાની 7 તારીખ સુધી એટલે કે 7 નવેમ્બર સુધી મેળવી શકાશે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
