<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

AI ની મદદથી આતંકીઓને કર્યા ઠાર :અખનૂર એન્કાઉન્ટર બાદ મેજર જનરલનો ખુલાસો

અખનૂર સેક્ટરમાં આતંકીઓએ સેનાની એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો બાદ આ વિસ્તારમાં એન્કાઉન્ટર

જમ્મુ. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરના કેરી બટ્ટલ વિસ્તારમાં આતંકવાદીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં સેનાએ ત્રણેય આતંકીઓને ઠાર કર્યા છે. 27 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે પરંતુ માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહોને બહાર કાઢવાનું ઓપરેશન ચાલુ છે.

    ગત સોમવારે એટલે કે 28 ઓક્ટોબરે પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદના અખનૂર સેક્ટરના કેરી બટ્ટલ વિસ્તારમાં શિવ મંદિર પાસે આતંકવાદીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ સાથે વચ્ચે-વચ્ચે ગોળીબાર થયો હતો. ઓપરેશન દરમિયાન ગોળી વાગતાં ચાર વર્ષનો બહાદુર આર્મી ડોગ ફેન્ટમનું મોત થયું હતું 

   ગામના ત્રણ બાળકો રાબેતા મુજબ શિવ મંદિરમાં દર્શન કરીને ટ્યુશન ભણવા જતા હતા ત્યારે મંદિરમાં છુપાયેલા આતંકવાદીઓએ તેમને રોક્યા હતા. આતંકવાદીઓ બાળકો પાસે તેમના મોબાઈલ ફોન આપવાની માંગ કરી રહ્યા હતા. જ્યારે બાળકોએ આતંકીઓને કહ્યું કે તેમની પાસે મોબાઈલ ફોન નથી તો તેઓ ગુસ્સે થઈ ગયા અને બાળકોને માર મારવા લાગ્યા અને તેમની શોધખોળ શરૂ કરી.]

 

  આતંકવાદીઓની શોધમાં, સેનાએ એક ટેન્ક (પાયદળ લડાયક વાહન)ને પણ કોતરમાં ઉતારી દીધી, જેથી તેને આતંકવાદીઓની ગોળીઓની અસર ન થાય. સુરક્ષા દળોએ હુમલાની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને કોઈને અંદર-બહાર જવાની મંજૂરી નથી 

  સેનાએ અખનૂરના બટ્ટલ વિસ્તારની આસપાસ દેખરેખ અને કોર્ડનને મજબૂત કરવા માટે તેના ચાર BMP-II પાયદળ લડાઈ વાહનો પણ તૈનાત કર્યા હતા, જ્યારે છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા છે


 

(7:36 PM IST)