<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ટુંક સમયમાં પેટ્રોલ - ડિઝલ સસ્‍તા થવાના એંધાણ

કેન્‍દ્રિય પેટ્રોલીયમ મંત્રીએ આપ્‍યો સંકેત : પેટ્રોલમાં રૂ.૫ તો ડિઝલમાં રૂ.૨ ઘટી શકે છે : ૭ વર્ષ બાદ પેટ્રોલ પંપ ડીલરોનાં કમીશનમાં વધારો જાહેર : ઓઇલ કંપનીઓએ પેટ્રોલ - ડિઝલના વાહનને યુકિતસંગત બનાવવાનો નિર્ણય લીધો : ઇંધણની સપ્‍લાય સરળ બનશે

નવી દિલ્‍હી, તા.૩૦: મોદી સરકારે દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે. સરકારે એક ખાસ નિર્ણય લીધો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫ રૂપિયા સુધીનો ઘટાડો થશે. કેન્‍દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે આની જાહેરાત કરી હતી. આવનારા દિવસોમાં દેશવાસીઓને મોંઘા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાંથી રાહત મળી શકે છે. મંગળવારે કેન્‍દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે મોટા સંકેત આપ્‍યા છે. હરદીપ સિંહ પુરીના બ્‍લોગ પર એક પોસ્‍ટ છે જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષમાં દેશવાસીઓને મોંઘવારીથી થોડી રાહત મળી શકે છે.આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં ૫ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જ્‍યારે દેશમાં ડીઝલ ૨ રૂપિયા સસ્‍તું થઈ શકે છે.

નવા વર્ષ પહેલા કેટલાક રાજ્‍યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આ સંકેત કેન્‍દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે એટલે કે ૨૯ ઓક્‍ટોબર, ૨૦૨૪ના રોજ આપ્‍યો હતો. પુરીની પોસ્‍ટ બાદ ભારત પેટ્રોલિયમ લિમિટેડે પણ એક પોસ્‍ટ કરી છે, જેના કારણે શકયતાઓ વધુ મજબૂત દેખાઈ રહી છે.

હકીકતમાં, સરકારે ડીલર કમિશનમાં સુધારો કરવાનો અને આંતર-રાજ્‍ય નૂર  વહનને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ રિફાઈનરીઓ ટ્રેન અને રોડ દ્વારા સરળતાથી જોડાઈ જશે. જેના કારણે એક રાજ્‍યથી બીજા રાજ્‍યમાં તેલનો સપ્‍લાય સરળ બનશે. તેનાથી ખાસ કરીને અંતરિયાળ વિસ્‍તારોમાં કિંમતોમાં ઘટાડો થશે. આ નિર્ણય બુધવારથી ચૂંટણી રાજ્‍યો સિવાય સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.

કેન્‍દ્રીય મંત્રીએ X પર પોસ્‍ટ કરીને લખ્‍યું- ધનતેરસના શુભ અવસર પર પેટ્રોલ પંપ ડીલરોને તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવી મોટી ભેટ. સાત વર્ષથી ચાલી રહેલી માંગણી પૂરી થઈ! ગ્રાહકોને સારી સેવાઓ મળશે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થશે નહીં.

આ નિર્ણયને ઉદાહરણ સાથે સમજાવતા કેન્‍દ્રીય મંત્રીએ લખ્‍યું - ઓડિશાના મલકાનગિરીમાં કુન્નાપલ્લી અને કાલીમેલામાં પેટ્રોલની કિંમતમાં અનુક્રમે ૪.૬૯ રૂપિયા અને ૪.૫૫ રૂપિયાનો ઘટાડો થશે. જ્‍યારે ડીઝલના ભાવમાં અનુક્રમે ૪.૪૫ રૂપિયા અને ૪.૩૨ રૂપિયાનો ઘટાડો થશે. તેવી જ રીતે છત્તીસગઢના સુકમામાં પેટ્રોલની કિંમતમાં ૨.૦૯ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૨.૦૨ રૂપિયાનો ઘટાડો થશે.

 ડીલર કમિશનમાં વધારો થવાથી લગભગ ૭ કરોડ નાગરિકોને વધુ સારી સેવાઓ મળશે. છેલ્લા સાત વર્ષથી પડતર રહેલી આ માંગની પરિપૂર્ણતા પેટ્રોલ પંપ ડીલરો અને દેશભરના ૮૩,૦૦૦ થી વધુ પેટ્રોલ પંપ પર કામ કરતા લગભગ ૧૦ લાખ કર્મચારીઓના જીવનમાં ખુશી અને આનંદ લાવશે.

સરકારની આ જાહેરાત પછી, હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમે હ્‍ પર પોસ્‍ટ કરીને લખ્‍યું - દિવાળીના શુભ અવસર પર, ણ્‍ભ્‍ઘ્‍ન્‍ ૩૦ ઓક્‍ટોબર ૨૦૨૪ થી લાગુ ડીલર કમિશનમાં સુધારાની જાહેરાત કરીને ખુશ છે. આનાથી પેટ્રોલ અને ડીઝલની છૂટક વેચાણ કિંમત પર કોઈ વધારાની અસર નહીં પડે.

(11:57 AM IST)