News of Wednesday, 30th October 2024
સાઇબર સેલના નામે નકલી મેઇલ એકાઉન્ટ બનાવી બેંક ખાતા અનફ્રીઝ કરવાના રેકેટનો કરાયો પર્દાફાશ
CID સાયબર સેલની ટીમે તમિલનાડુના તિરુવલ્લુરમાંથી 22 વર્ષના આરોપી પ્રેમરાજ રાજાપંડીની ધરપકડ કરી:4 મોબાઇલ ફોન, મેકબુક એર લેપટોપ, ક્રિપ્ટો વોલેટ, ફાઈબર રાઉટર, 13 ATM કાર્ડ, 10 ચેકબુક, 2 પાસબુક, એટીએમ વેલકમ કીટ લેટર-4, બે 8 GBની રેમ, એક કિંગસ્ટન કંપનીની SSD અને એક મેમરી કાર્ડ જપ્ત

મુંબઈ : CID સાયબર સેલની ટીમે તમિલનાડુના તિરુવલ્લુરમાં ઓપરેશન કરીને 22 વર્ષના આરોપી પ્રેમરાજ રાજાપંડીની ધરપકડ કરી છે. તેની પાસેથી 4 મોબાઇલ ફોન, મેકબુક એર લેપટોપ, ક્રિપ્ટો વોલેટ, ફાઈબર રાઉટર, 13 ATM કાર્ડ, 10 ચેકબુક, 2 પાસબુક, એટીએમ વેલકમ કીટ લેટર-4, બે 8 GBની રેમ, એક કિંગસ્ટન કંપનીની SSD અને એક મેમરી કાર્ડ જપ્ત કર્યું હતું.
સાયબર સેલ દ્વારા જે બેંક એકાઉન્ટ ફીઝ કરવામાં આવ્યા તે ખાતા ધારકો સામે ઠગાઈના અનેક ગુનો દાખલ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આમ સાયબર સેલના નામે બેંકોને મેઈલ કરી આરોપીઓએ બેંક ખાતા અનફીઝ કરવાનું રેકેટ શરૂ કરનાર આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પ્રેમરાજ તિરુવલ્લુરના રામાપુરમ ખાતે આનંદનગરમાં રહેતો હોવાની વિગતો મળી છે. તેની પુછપરછમાં તમિલનાડુ ચેન્નાઈના કોલાથુરમાં રહેતાં વિમલરાજ રાજગોપાલનું નામ ખુલ્યું છે સાયબર સેલને માહિતી મળી કે, તેના મેઈલ આઈડી જેવા ભળતા નામ વાળા મેઈલ આઈડી બનાવી આરોપીઓએ એક્સીસ બેંકનું એક એકાઉન્ટ અને ફેડરલ બેંકનું એક એકાઉન્ટ અનેફ્રીઝ કરવા માટે બંને બેંકોને મેઈલ કરી નોટિસ મોકલી હતી.
જો કે, આ બંને બેંક ખાતા અનફીઝ કરાવવામાં આરોપી અસફળ રહ્યા હતા. પોલીસે ફેક મેઈલ આઈડીના ડોમેનની વિગતો ગો-ડેડી કંપની પાસેથી મંગાવી હતી જેમાંથી શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવ્યો હતા આ નંબર ધારકની તપાસ કરતા પ્રેમરાજ અનફ્રીઝ યુએસડીટી નામ પોલીસને મળ્યું હતું. પોલીસે પ્રેમરાજના બેંક ખાતા સહિતની વિગતો મેળવીને વોચ ગોઠવી આરોપીને તામિલનાડુથી ઝડપ્યો હતો. પ્રેમરાજની પૂછપરછમાં વિમલરાજ રાજગોપાલનું નામ આ રેકેટમાં બહાર આવતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
