<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

૩ માસની ગર્ભવતી બકરી સાથે નશેડીએ દુષ્‍કૃત્‍ય કરી તેની ગળું દબાવીને મારી નાખી

સ્‍થાનિક પોલીસે રિક્ષા ચાલક આરોપીની ધરપકડ કરી : મા ઉપર દુષ્‍કળત્‍ય કરવાનો આરોપ લાગ્‍યો હતો

લખનૌ, તા.૩૦: ભારતમાં માસૂમ પશુઓ પણ હેવાનિયત અને હવસોનો શિકાર થઈ રહ્યા છે. મૈનપુરી માંથી બકરી સાથે સળષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય થયું હોવાનો મામલો સામે આવ્‍યો છે. ત્‍યારે આ ઘટના સાથે સહિત સમગ્ર દેશ સ્‍તબ્‍ધ થઈ ગયો છે. ત્‍યારે આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ ચર્ચા થતી જોવા મળી રહી છે. તે ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્‍યમથી લોકો આરોપીને કડક સજા ફટાકારવાની માગ કરી રહ્યા છે.

એક અહેવાલ અનુસાર, કોતવાલી વિસ્‍તારમાં આવેલા આઝાદનગરમાં  બકરી સાથે નશાની હાલતમાં એક વ્‍યક્‍તિએ સળષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય કર્યું હતું. આ હેવાને બકરી   સાથે રેપ કરીને તેનું ગળું દબાવીને મારી પણ નાખી હતી. ત્‍યારે આ ઘટનાના પગલે સ્‍થાનિક પોલીસે રિક્ષા ચાલક મનુ સાગરની ધરપકડ કરી છે. તે ઉપરાંત મનુ સાગર વિરુદ્ધ કેસ દાખલ કરીને પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

જોકે પોલીસ દ્વારા મળતક બકરી ને પોસ્‍ટમોર્ટમ માટે હોસ્‍પિટલ મોકલવામાં આવી છે. તો સ્‍થાનિક દ્વારા દાવો કરવામાં આવ્‍યો છે કે, મનુ સાગરે નશેડી છે. તેણે બકરી સાથે દુષ્‍કર્મ કર્યું હતું અને તેને મારી નાખી છે. કારણ કે... મનુ સાગર ઉપર આ પહેલા પણ એક ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્‍યો હતો. તે અંતર્ગત તેની ઉપર મા ઉપર દુષ્‍કળત્‍ય કરવાનો આરોપ લાગ્‍યો હતો. અગાઉ તેણે એક મહિલા પોલીસકર્મી સાથે પણ ગેરવર્તન કરવાની કોશિશ કરી હતી.

તો આરોપી મનુ સાગરના આ પ્રકારના સ્‍વભાવને કારણે તેની માતા અને તેના આંધળા પિતા એક વળદ્ધાશ્રમમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. તો મનુ સાગર ઉપર આરોપ લાગવવામાં આવ્‍યો છે કે, તેણે મહિલા પોલીસકર્મી સાથે દુષ્‍કળત્‍ય કરવાની કોશિશ કરી હતી. ત્‍યારે આ તમામ ઘટનાઓના આધારે કેસ દાખલ કરીને તેની વિરુદ્ધ કાવાયત હાથ ધરી છે. જોકે મહિલા પોલીસકર્મીના મામલે તે પહેલાથી દોઢ વર્ષ માટેની જેલની સજા ભોગવીને આવ્‍યો છે.

બીજી તરફ બકરી ના માલિક શેર સિંહે આરોપ લગાવ્‍યો છે કે, તેની  બકરી સાથે કંઈક ખોટું થયું છે. જોકે તેણે ઘટનાને અંજામ આપતા મનુ સાગરને જોયો નહતો. પરતં તેમને શંકા છે કે, મનુ સાગરે ઞ્‍ીર્ંદ્દ સાથે સળષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય કર્યું છે. અને તે પછી નશાની હાલતમાં તેણે બકરી નું ગળું દબાવીને મારી નાખી છે. તે ઉપરાંત શેર સિંહે કર્યું છે કે, ૩ માસથી બકરી ગર્ભવતી હતી. ત્‍યારે શેર સિંહના બયાનના આધારે મનુ સાગરની ધરપકડ કરવામાં આવી છે.

(3:33 PM IST)