<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

એક જ પરિવારના ત્રણ હાથીઓના કરંટ લાગવાથી મોત : શ્રદ્ધાંજલિ આપવા હાથીઓના ટોળા ઉમટયા

મરનારા ત્રણેય હાથીઓ પર 11KVનો વીજળીનો તાર તૂટી પડ્યો જેના કારણે ઘટનાસ્થળ પર જ ત્રણેય હાથીઓના તડપીને મોત થયા : ડ્રોનથી પેટ્રોલિંગ કરતી વખતે વન વિભાગને જાણ થઈ: અધિકારીઓએ મરનારા હાથીઓની જગ્યા પાસે ખાડો ખોદીને ત્યાં જ દાટ્યા

છત્તીસગઢમાં જંગલી જાનવરો વચ્ચે એકબીજા પ્રત્યે ઊંડી સંવેદના જોવા મળી હતી. હકીકતમાં જોઈએ તો, અહીં ઘરઘોડા બ્લોકના ચુહકીમાર નર્સરીમાં 26 ઓક્ટોબરના રોજ ત્રણ હાથીઓના કરંટ લાગવાથી મોત થઈ ગયા હતા. મરનારા હાથીઓમાં એક બચ્ચું પણ હતું અને આ તમામ એક જ પરિવારના હતા. આ ઘટના બાદ વન વિભાગના અધિકારીઓએ મરનારા હાથીઓની જગ્યા પાસે ખાડો ખોદીને ત્યાં જ દાટ્યા હતાં.

    હકીકતમાં મરનારા ત્રણેય હાથીઓ પર 11KVનો વીજળીનો તાર તૂટી પડ્યો હતો. જેના કારણે ઘટનાસ્થળ પર જ ત્રણેય હાથીઓના તડપીને મોત થઈ ગયા હતા. ડ્રોનથી પેટ્રોલિંગ કરતી વખતે વન વિભાગને તેની જાણ થઈ. જોકે બચાવ ટીમ આવે તે પહેલા જ હાથીઓના મોત થઈ ગયા હતા.

    જ્યાં મરનારા ત્રણેય હાથીઓને દફનાવ્યા હતા. બુધવારે ત્યાં લગભગ 35 હાથીઓનું એક ટોળું આવ્યું હતું. આ તમામ હાથીઓ જાણે કે પોતાના મૃતક સાથીઓને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હોય. ડ્રોનથી હાથીઓ ઘટનાસ્થળે આવ્યા હોવાના ફુટેજ મળ્યા છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળ પર પહેલા એક બે હાથી હતી પણ ધીમે ધીમે મોટી સંખ્યામાં હાથીઓ એકઠા થવા લાગ્યા

  હાથીઓના મોતનો આ મામલો સિવિક એજન્સીએ તપાસ ટીમ બનાવી છે. ઘટનાસ્થળ પર તારથી બળવાના નિશાન અને અન્ય પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય તેના માટે રિપોર્ટ માંગ્યા છે. આપને જણાવી દઈએ કે, ઘરઘોડા બ્લોકના ચુહકીમાર નર્સરીમાં મોટી સંખ્યામાં હાથીઓ રહે છે. જેમની સુરક્ષા માટે વન વિભાગે તારબંધી કરેલી હતી.

(11:22 PM IST)