<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

નાગણે એક કલાકમાં જ લીધો સાપના મોતનો બદલો! યુવક પાણી પણ ન માંગી શક્‍યોઃ ડંખ મારતા ઢળી પડયો

નાગ-નાગણના બદલાની વાતો અને ફિલ્‍મોમાં આપણે જે જોતા અને સાંભળતા આવ્‍યા છીએ, તે ઉત્તરપ્રદેશના બરેલીમાં વાસ્‍તવિકતામાં જોવા મળ્‍યું

બરેલી,તા. ૩૧: ઉત્તરપ્રદેશના બરેલીથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે, અહીં એક યુવકે ખેતરમાં નીકળેલા સાપને મારી નાખ્‍યો, એક કલાક બાદ સાપે યુવકને ડંખ માર્યો, જેના કારણે તેનું મોત થયું હતું. અત્‍યાર સુધી ફિલ્‍મોમાં જે પણ જોવા મળતું હતું તે હવે હકીકતમાં સામે આવ્‍યું છે. જેને સાંભળ્‍યા બધા લોકો અચંબિત થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, મંગળવારે ખેતરમાં પરાળી ભેગી કરી રહેલા ગોવિંદ કશ્‍યપ નામના યુવકે ત્‍યાં આવેલા એક સાપને મારી નાખ્‍યો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાના બરાબર એક કલાક પછી તે જ જગ્‍યાએ એક સાપે તેને ડંખ માર્યો, જેના કારણે યુવકનું મોત થયું. લોકોએ જણાવ્‍યું કે યુવકને કરડ્‍યા બાદ સાપ ખેતરોમાં ગાયબ થઈ ગયો હતો. એટલું જ નહીં, ગોવિંદને સાપે કરડતાની સાથે જ તે ઘર તરફ ભાગ્‍યો, પરંતુ રસ્‍તામાં જ ઢળી પડ્‍યો અને તે મોતને ભેટ્‍યો.

સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું કે ક્‍યારાના રહેવાસી ગોવિંદ કશ્‍યપ (૩૨) ખેતરોમાં મજૂરીનું કામ કરતો હતો. મંગળવારે સવારે તે ગામના રહેવાસી અતુલ સિંહના ખેતરમાં ડાંગરની કાપણી કરી બાદ પરાળી કરી રહ્યો હતો, તેવામાં ત્‍યાં એક સાપ આવ્‍યો. જેને ગોવિંદે લાકડી વડે કચડી મારી નાખ્‍યો હતો. તે પછી ગોવિંદ સાપને ત્‍યાં જ છોડીને ખાવાનું ખાવા ગયો. એક કલાક પછી જયારે તે ફરીથી તે જ જગ્‍યાએ પહોંચ્‍યો ત્‍યારે સાપે તેને હાથ પર ડંખ માર્યો.

ગામના પૂર્વ વડા સર્વેશ્વર પાલ સિંહે જણાવ્‍યું કે ગોવિંદે જે સાપને માર્યો તે કોબ્રા હતો. જે બાદ નાગે તેના મોતનો બદલો લીધો હતો. ખેતરના માલિક અતુલ સિંહે કહ્યું કે જયારે આ ઘટના બની ત્‍યારે તે પણ ત્‍યાં હાજર હતો. જયારે ગોવિંદ ભોજન કરીને ખેતરમાં પહોંચ્‍યો ત્‍યારે સાપના મૃતદેહ પાસે બેઠેલા સાપે તેને હાથ પર ડંખ માર્યો હતો. આ પછી તેણે તરત જ ગોવિંદને ડોક્‍ટર પાસે સારવાર માટે મોકલ્‍યો. જે બાદ ગોવિંદ તેના ઘરે દોડી ગયો પરંતુ ઝેર શરીરમાં એટલું ઝડપથી ફેલાયું કે તે અધવચ્‍ચે જ પડી ગયો અને મૃત્‍યુ પામ્‍યો.

(9:53 AM IST)