તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ધનતેરસ પર ૨૫ ટન સોનું, ૨૫૦ ટન ચાંદીનું થયું વેચાણ
સોના-ચાંદીના વેપારીને ફળી ધનતેરસ,એક જ દિવસમાં ૨૦ હજાર કરોડનું સોનું ખરીદવામાં આવ્યું

નવી દિલ્હી,તા. ૩૧: ધનતેરસ પર સોના-ચાંદીના વેચાણનો આંકડો સામે આવ્યો છે. આ વર્ષે સોના-ચાંદીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. દર વર્ષે દેશમાં ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી વધી રહી છે. ચાલુ વર્ષે આશરે ૨૫૦૦ કરોડ રૂપિયાના સોના-ચાંદીની ખરીદી થઈ છે. માત્ર એક જ દિવસમાં ૨૦ હજાર કરોડનું સોનું ખરીદવામાં આવ્યું છે.
નિષ્ણાતો દ્વારા આ વર્ષે ધનતેરસ પર આશરે ૬૦ હજાર કરોડ રૂપિયાના કારોબારનો અંદાજ લગાવાયો હતો. જયારે દિવાળી સુધી આ આંકડો એક લાખ કરોડ રૂપિયાને પાર થવાનો અંદાજ હતો. સોના, ચાંદી ઉપરાંત પીતળના વાસણની પણ વધારે ખરીદી થઈ છે.
એક અંદાજ મુજબ માત્ર સોનાના વેચાણે જ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો આંકડ પાર કરી લીધો છે. વેપારીઓએ ફેસ્ટિવ સીઝનમાં પહેલાથી જ વેચાણ વધવાનો અંદાજ લગાવ્યો હતો. લોકોએ સોના-ચાંદીના ઘરેણા, વાસણ, કપડા, ઈલેક્ટ્રોનિક્સ તથા વાહનો ખરીદી કરી હતી. ફેસ્ટિવ સીઝનમાં સોના-ચાંદીના વેચાણમાં તેજી આવી છે. બીઆઈએસમાં ૨ લાખ રજિસ્ટર્ડ જવેલર્સ છે, જેમણે ધનતેરસ પર ૨૫ ટન સોનાનું વેચાણ કર્યુ છે. જેનું મૂલ્ય આશરે ૨૦ હજાર કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ રીતે દેશભરમાં ૨૫૦ ટન ચાંદી ધનતેરસ પર વેચાઈ હતી. જેની અંદાજિત કિંમત ૨૫૦૦ કરોડ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં સોનાની કિંમતમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. વર્ષ ૨૦૨૪માં સોનાના કિંમતમાં ૩૦ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. ગત વર્ષે ધનતેરસ પર સોનાનો ભાવ ૬૦ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ આસપાસ હતો, જે હવે વધીને ૮૦ હજાર થઈ ગયો છે. ચાંદીનો ભાવ પણ ગત વર્ષના ૭૦ હજાર પ્રતિ કિલોથી વધીને આશરે ૧ લાખ રૂપિયા નજીક પહોંચી ગયો છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
