તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
આ દીવામાં તેલ ક્યારેય ખૂટતું નથી
કુંભાર અશોક ચક્રધારીએ નવતર પ્રકારનો દીવો બનાવ્યો

કોંડા,તા. ૩૧: છત્તીસગઢના કોંડા ગામમાં રહેતા કુંભાર અશોક ચક્રધારીએ નવતર પ્રકારનો દીવો બનાવ્યો છે. ગજબની ટેક્નિકથી દીવો બનાવ્યો છે એટલે ૨૦થી ૨૪ કલાક સુધી એ પ્રજવલિત રહે છે. માટીના આ દીવામાં તેલ ખેંચવાની વિશિષ્ટતાને કારણે લોકો એને ‘જાદુઈ દીવો' કહે છે. ચક્રધરે યુટ્યુબ પર થોડા વિડિયો જોઈને ત્રીજા પ્રયત્ને આ દીવો બનાવ્યો છે. આ દીવો સામાન્ય દીવડા જેવો નથી, એના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં દીવો છે. બીજામાં ગુંબજ જેવો ભાગ છે, એમાં તેલ પૂરવાનું હોય છે અને ત્રીજા ભાગમાં ટ્યુબ જેવી ડિઝાઇન છે. એ ટ્યુબ દીવા અને ગુંબજને જોડવાનું કામ કરે છે. ટ્યુબમાં એક નાનકડું કાણું હોય છે અને પાછળના ભાગમાં હેન્ડલ પણ હોય છે. ગુંબજમાંથી ટોટીમાં થઈને તેલ દીવામાં આવે છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
