તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
NSE પર એકાઉન્ટ ૨૦ કરોડની ઉપર : માર્કેટમાં રોકાણ કરવામાં ગુજરાતી નહિ મહારાષ્ટ્રવાળા આગળ
૮ માસમાં ૩૦૦૦ થી વધુ ખાતા ખુલ્યા

નવી દિલ્હી, તા.૩૧: શેર માર્કેટમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર છેલ્લા ૮ મહિનામાં ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આના કારણે SASE પર ગ્રાહકોની કુલ સંખ્યા ૨૦ કરોડને વટાવી ગઈ છે. આઠ મહિના પહેલા આ સંખ્યા ૧૬.૯ કરોડ હતી.
જો રાજ્ય પ્રમાણે વાત કરીએ તો મહારાષ્ટ્ર આમાં પ્રથમ સ્થાને છે. મોટાભાગના ખાતા મહારાષ્ટ્રના લોકોના છે. તેમની સંખ્યા ૩.૬ કરોડ છે. મહારાષ્ટ્ર પછી ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશના ખાતાધારકોની સંખ્યા ૨.૨ કરોડ છે. ગુજરાતમાં ૧.૮ કરોડ ખાતા છે. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ બંનેમાં ૧.૨ કરોડ ખાતા છે. ગ્રાહક ખાતાઓની કુલ સંખ્યાના ૫૦ ટકા આ રાજ્યોમાં છે. તે જ સમયે, ટોચના ૧૦ રાજ્યોનો હિસ્સો ત્રણ-ચોથા ભાગનો છે.
NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કળષ્ણને જણાવ્યું હતું કે અમારા રોકાણકારોના આધારે વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ મહિનામાં ત્રણ કરોડથી વધુ નવા ગ્રાહક ખાતા ખોલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન, ETFs, REITs, INVITs અને ઇક્વિટીમાં રોકાણકારોની ભાગીદારી વધી રહી છે.
હવે નાના શહેરોના લોકો પણ વધુને વધુ શેર માર્કેટમાં જોડાઈ રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ મોબાઈલ ટ્રેડિંગ એપ્સ છે. આજે ઘણી કંપનીઓ ફોન પર જ ઘરે બેઠા ખાતા ખોલાવે છે, જેના કારણે શેર માર્કેટમાં રોકાણ કરવું ખૂબ જ સરળ બની ગયું છે.
NSE એ ઇલેક્ટ્રોનિક, સ્ક્રીન-આધારિત ટ્રેડિંગનો અમલ કરનાર ભારતમાં પ્રથમ એક્સચેન્જ હતું. તેણે ૧૯૯૪માં કામગીરી શરૂ કરી હતી. સેબીના ડેટા મુજબ ૧૯૯૫ થી દર વર્ષે ઇક્વિટી શેર માટે કુલ અને સરેરાશ દૈનિક ટર્નઓવરની દ્રષ્ટિએ તે ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ માનવામાં આવે છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
