તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
એક વર્ષમાં સોનાનો ભાવ ૬૦થી ૮૦ હજાર રૂપિયા, છતાં માંગ વધી ૧૮%
ભારતમાં આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે કુલ ૨૪૮.૩ ટન સોનું વેચાયું

નવી દિલ્હી, તા.૩૧: સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે ધનતેરસ પર ૧૦ ગ્રામ સોનાની કિંમત ૬૦,૦૦૦ રૂપિયાની આસપાસ હતી. આ ધનતેરસ પર તેની કિંમત ૮૦,૦૦૦ રૂપિયાને પાર કરી ગઈ છે. પરંતુ તેમ છતાં સોનાની માંગ ઘટવાને બદલે વધી રહી છે. આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે ષ્ઞ્ઘ્ના આંકડા જુઓ. આ સમયગાળા દરમિયાન સોનાની માંગમાં ૧૮ ટકાનો વધારો થયો છે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના ડેટા અનુસાર, ભારતમાં આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે કુલ ૨૪૮.૩ ટન સોનું વેચાયું હતું. ખરેખર, આ સમયે સરકારે સોનાની આયાત ડ્યુટી ઘટાડી હતી. પરિણામે જ્વેલરીની માંગમાં સુધારો થયો છે. કાઉન્સિલ (WGC) એ આજે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સોનાની માંગનો અહેવાલ બહાર પાડ્યો છે. નોંધનીય છે કે એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિક ગાળામાં સોનાની કુલ માંગ ૨૧૦.૨ ટન હતી.
આ અહેવાલ મુજબ, સોનાના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે, તેથી રોકાણકારોમાં ભાવમાં ઘટાડો થવાની રાહ જોવાનું વલણ વધી શકે છે. સમગ્ર વર્ષ માટે સોનાની માંગ ૭૦૦-૭૫૦ ટનની રેન્જમાં રહેવાની શકયતા છે, જે ગયા વર્ષની સરખામણીમાં થોડી ઓછી છે. ધનતેરસ અને લગ્નને ધ્યાનમાં રાખીને સોનાની કુલ માંગમાં વધારો થવાની પણ શકયતા છે. વર્ષ ૨૦૨૩માં ભારતની સોનાની માંગ ૭૬૧ ટન હતી.
જ્વેલર્સ અને રિટેલર્સની ભારે ધનતેરસની માંગ વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ રૂ. ૩૦૦ વધીને રૂ. ૮૧,૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ છે. મૂલ્યની દ્રષ્ટિએ, આ કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સોનાની માંગ ૫૩ ટકા વધીને રૂ. ૧,૬૫,૩૮૦ કરોડ થઈ છે, જે ૨૦૨૩ના સમાન સમયગાળામાં રૂ. ૧,૦૭,૭૦૦ કરોડ હતી.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
