તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
મહારાષ્ટ્ર : પરાગ શાહ ૩૩૮૩ કરોડની સંપત્તિ સાથે સૌથી શ્રીમંત ઉમેદવાર
૨૦૧૯ની ચૂંટણીમાં પણ પરાગ શાહ ૫૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી શ્રીમંત ઉમેદવાર રહ્યા હતા

મુંબઇ, તા.૩૧: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવા માટે રાજ્યભરમાં ૭૯૯૫ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતી વખતે પોતાની પાસે કેટલી સંપત્તિ છે એની માહિતી સાથેનું સોગંદનામું ચૂંટણીપંચમાં દાખલ કરવામાં આવે છે. ઉમેદવારોએ દાખલ કરેલાં સોગંદનામાંમાં જણાઈ આવ્યું છે કે આ ચૂંટણીમાં ૩૩૮૩ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી શ્રીમંત ઉમેદવાર ઘાટકોપર-ઈસ્ટના પરાગ શાહ છે. ૨૦૧૯ની ચૂંટણીમાં પણ પરાગ શાહ ૫૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી શ્રીમંત ઉમેદવાર રહ્યા હતા. પાંચ વર્ષમાં પરાગ શાહની સંપત્તિમાં ૫૭૫ ટકાનો વધારો થયો છે. સંપત્તિમાં એકથી ચાર નંબરે રહેલા તમામ ઉમેદવારોને તેમની પાર્ટીએ રિપીટ કર્યા છે.
૪૪૭- BJPના મુંબઈની મલબાર હિલ બેઠકના ઉમેદવાર મંગલ -ભાત લોઢા આટલા કરોડ રૂપિયાની સંપત્તિ સાથે રાજ્યમાં બીજા નંબરે છે.
૩૩૩- શિવસેનાના થાણેની ઓવળા-માજીવાડા બેઠકના ઉમેદવાર પ્રતાપ સરનાઈક આટલા કરોડની સંપત્તિ સાથે ત્રીજા નંબરે છે
૧૨૯- BJPના મુંબઈની કોલાબા બેઠકના ઉમેદવાર રાહુલ નાર્વેકર આટલા કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા નંબરે છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
