<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

પ્રકાશના પર્વની ઉજવણીનો સર્વત્ર થનગનાટ

અત્ર - તત્ર અને સર્વત્ર ઉત્‍સાહ - ઉમંગ - હર્ષોલ્લાસનો માહોલ : મહાપર્વની મહાઉત્‍સાહ સાથે ઉજવણી કરવા લોકો સજ્જ : ઘેરઘેર આસોપાલવના શુકનવંતા તોરણો બંધાવ્‍યા : સુંદર રંગોળીઓનું નિર્માણ : રાત્રે ભવ્‍ય આતશબાજી : રાતભર ફુટશે ફટાકડા : ઠેરઠેર આકર્ષક રોશની : વેપારીઓ કરી રહયા છે ચોપડાપૂજન : હેપી દિવાળીની શુભેચ્‍છાઓની આપ-લે

નવી દિલ્‍હી, તા.૩૧: મહાપર્વ દિવાળીની હર્ષોલ્લાસ સાથે આજે દેશભરમાં ભવ્‍ય ઉજવણી કરવામાં આવી રહી છે. મોંઘવારી - બેકારી - દુઃખ-દર્દ ભુલીને લોકો પ્રકાશના આ પર્વની ઉત્‍સાહ - ઉમંગ સાથે ઉજવણી કરી રહયા છે. અત્ર - તત્ર અને સર્વત્ર ઉજવણીનો થનગનાટ જોવા મળી રહયો છે - આજે હિન્‍દુઓના સૌથી મોટા પર્વ દિવાળીનો દિવસ હોઇ નાના બાળકોથી માંડીને વૃધ્‍ધ સહિતના સૌ કોઇ પોતપોતાની રીતે ઉજવણી કરી આનંદ પ્રાપ્‍ત કરી રહયા છે. આજે આ પર્વ નિમિત્તે ઘેરઘેર આસોપાલવના તોરણો બંધાયા છે તો ઘર આંગણે રંગબેરંગી રંગોળી તૈયાર કરવામાં આવી છે. આજે વ્‍હેલી સવારથી જ ફટાકડા ફુટવાનું શરૂ થયુ છે જે રાતભર ચાલશે. દિવાળી એ પ્રકાશનું પર્વ હોઇ ઠેરઠેર રોશનીનો ઝળહળાટ પણ જોવા મળી રહયો છે. આજે વેપારીઓ ચોપડાપૂજન પણ કરી રહયા છે તો લોકો એકબીજાને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી રહયા છે. આજે દિવાળી પર્વ બાદ કાલે ધોકો છે અને પરમ દિવસે નૂતનવર્ષ હોવાથી લોકો જુના  વર્ષની ખાટીમીઠી યાદોને વિદાઇ આપી આશા - ઉમંગથી નવા વર્ષના વધામણા કરશે.

આજે દિવાળીનું પર્વ હોઇ બજારોમાં પણ છેલ્લી ઘડીની ખરીદી થઇ રહી છે. ફટાકડા - મીઠાઇ અને મુખવાસની દુકાનોએ ભીડ જોવા મળી રહી છે. દરમ્‍યાન આજે વ્‍હેલી સવારથી ફટાકડાઓ ફુટી રહયા છે. સાંજે આતશબાજીથી આકાશ વિવિધ રંગોથી ભરાઇ જશે. વ્‍હેલી સવાર સુધી ફટાકડા ફુટશે. આજે દિવાળી નિમિત્તે વેપારીઓ નવી આશાઓ સાથે ચોપડા પૂજન પણ કરી રહયા છે. આજે પંડિતો પણ દોડધામ કરતા જોવા મળી રહયા છે.

દિવાળી એટલે રોશનીનો તહેવાર. કાલે દિવાળી છે ત્‍યારે અનેક લોકો ફૂલ ટૂ મસ્‍તીના મુડમાં આવી ગયા છે. દિવાળીનો દિવસ એટલે આનંદથી ખુશીથી ઝુમી ઉઠવાનો તહેવાર. દિવાળીના દિવસે ખાસ કરીને પરિવારજનોં, મિત્રોને મેસેજ મોકલીને શુભેચ્‍છા પાઠવવામાં આવે છે. મેસેજ મોકલીને તમે નજીકના વ્‍યક્‍તિને અનેક રીતે ખુશ કરી શકો છો. આમ, રોશનીનો આ તહેવાર તમારા ઘરે બહુ બધી ખુશીઓ લાવે અને તમારો પરિવાર હંમેશા માટે આનંદિત રહે, કયારેક ધન દૌલતની કમી ના હોય. તમને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.

કમ્‍મરતોડ મોંઘવારીને વિસરી જઈને લોકોએ દિવાળીના અવસરના પ્રારંભે  ઘરઆંગણે મનોહર રંગોળીઓ દોરી, ઘરના બારણા પર આસોપાલવના તોરણ બાંધી, ગળહિણીઓ દ્વારા ઉમરાપુજન કરીને દિવાળીના હરખભેર વધામણા કરવામાં આવશે. આ સાથે રહેણાંકીય સોસાયટીઓ, મંદિરો, પુષ્ટિમાર્ગીય હવેલીઓ સહિતના ધર્મસ્‍થાનકો, ઉદ્યોગ, ફેકટરીના આંગણે પણ એક એકથી ચડીયાતી કલાત્‍મક રંગોળીઓ દ્રશ્‍યમાન થશે. દિપોત્‍સવીના અવસર -સંગે ધર્મસ્‍થાનકોમાં મંગળા આરતી કરવાનો અનન્‍ય મહિમા હોય શહેરના સ્‍વામિનારાયણ મંદિરો અને પુષ્ટિમાર્ગીય હવેલીઓ સહિતના ધર્મસ્‍થાનકોમાં મંગળા આરતીનો ઘંટારવ ગુંજી ઉઠશે. લોકો સજીધજીને મંગળા આરતીમાં પરિવારજનો સાથે ઉમટી પડશે. દિવાળીના તહેવારમાં ચોપડાપૂજનનું અનન્‍ય મહત્‍વ હોય વેપારી પેઢીઓમાં વ્‍યકિતગત ચોપડા પુજનવિધિ થશે.જયારે શહેરના સ્‍વામિનારાયણ મંદિર, હવેલીઓ સહિતના ધર્મસ્‍થાનકોમાં સામુહિક ચોપડાપુજનના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે ટેકનોલોજીના જમાનામાં હિસાબી ચોપડાની સાથે લેપટોપ, કોમ્‍પ્‍યુટર, ઈલેકટ્રોનિકસ સાધનો,હાર્ડ ડિસ્‍કની પણ પુજા કરવાનો નવો ટ્રેન્‍ડ જોવા મળી રહ્યો છે.

અંધકાર ઉપર ઉજાસના દિપાવલી પર્વની ઉજવણી સમગ્ર ભારતવર્ષમાં આદિ-અનાદિકાળથી થતી આવી છે આ પર્વ ઉપર ખાસ મહાલક્ષ્મી,મહાસરસ્‍વતી અને મહાકાળી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. રમાએકાદશી, વાઘ બારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી,બેસતુ વર્ષ, ભાઈબીજ અને અને લાંભ પાંચમ તેમજ દેવદિવાળી સુધી આનંદ,ઉલ્લાસનો માહોલ રહેતો હોય છે. દિવાળી પર્વ એ ગરીબ, મધ્‍યમવર્ગ, શ્રીમંતો હોય કે પછી નોકરીયાત, ધંધાર્થી કે મજુરી કરતો માણસ હોય આ પર્વ નાનામાં નાનો માણસથી લઈ મોટા ધનવાન લોકો પણ મનાવે છે.

બાર માસે આવતું આ મહાપર્વ મીઠાઈઓની મીઠાસની સાથે અનેક ખુશીઓ લઈને આવતો હોય છે. લોકો,આડોશપાડોશ વચ્‍ચે મનમેળ હોય છતાંય આ પર્વે ક્ષમાયાચના માંગી ગળે ભેટીને આ પર્વને ઉલ્લાસપુર્વક ઉજવતાં હોય છે.

દિવાળીનો તહેવાર આજે દેશભરમાં ઉજવવામાં આવી રહયો છે. આ દિવસે દેવી લક્ષ્મી, ગણેશજી, સરસ્‍વતી માતા અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવીને દેવી લક્ષ્મીનું સ્‍વાગત કરે છે, જેથી ઘરમાં સુખ-સમળદ્ધિ રહે. આ દિવસે અમાવસ્‍યા તિથિ ૩૧મી ઓક્‍ટોબરે બપોરે ૩.૫૨ વાગ્‍યાથી ૧લી નવેમ્‍બરે સાંજે ૫:૧૩ વાગ્‍યા સુધી રહેશે.

ગોવર્ધન પૂજા ૨ નવેમ્‍બર ૨૦૨૪ :

ગોવર્ધન પૂજા દિવાળીપછી થાય છે. આ દિવસે ભગવાન શ્રી કળષ્‍ણની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ગોવર્ધન પૂજા ૨ નવેમ્‍બરે ઉજવવામાં આવશે. પ્રતિપદા તિથિ ૧લી નવેમ્‍બરે સાંજે ૬:૧૬ વાગ્‍યાથી શરૂ થશે અને ૨જી નવેમ્‍બરે રાત્રે ૮:૨૧ વાગ્‍યા સુધી ચાલશે. પૂજાનો સાચો સમય સવારે ૬:૩૪ થી ૮:૪૬ અને બપોરે ૩:૨૩ થી ૫:૩૫ સુધીનો રહેશે.

ભાઈ બીજ ૨૦૨૪

દિવાળી સપ્તાહનો છેલ્લો દિવસ ભાઈ બીજ છે, જે ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને આશિષ આપે છે અને તેમના લાંબા આયુષ્‍ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. આ વખતે ભાઈ બીજ ૩જી નવેમ્‍બરે ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, દ્વિતિયા તિથિ ૨ નવેમ્‍બરે રાત્રે ૮:૨૧ વાગ્‍યાથી શરૂ થશે અને ૩ નવેમ્‍બરે રાત્રે ૧૦:૦૫ વાગ્‍યા સુધી ચાલશે.

(10:39 AM IST)