તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.
સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિઃ- ૧૩:- ‘‘ અથવા કલ્પના કરો કે મોરની પુંછના પંચરંગી વર્તુળ નિસ્સીમ અંતરિક્ષમાં તમારી પાંચ ઇન્દ્રિયો છે. હવે એમના સૌંદર્યને ભીતર જ ઓગળવા દો. આ પ્રકારે શૂન્યમાં કે દિવાલ ઉપર કોઇ બિન્દુ સાથે કલ્પના કરો કે જયાં સુધી એ બિન્દુ વિલીન ના થઇ જાય. ત્યારે બીજાને માટે તમારી કામના સાચી થઇ જાય છે''
જો બહાર કયાંય પણ, મનમાં, હૃદયમાં કે બહારની કોઇ દિવાલમાં એક કેન્દ્ર બનાવી શકો અને એ કેન્દ્ર ઉપર સમગ્રતાથી પોતાના અવધાનને કેન્દ્રિત કરી શકો અને એની વચમાં આખા સંસારને ભુલી શકો અને એક એ જ બિન્દુ તમારી ચેતનામાં રહી જાય, તો તમે અચાનક પોતાના કેન્દ્ર ઉપર ફેંકાઇ જશો. આ કેવી રીતે થાય છે તે સમજો.
જયારે તમે દિવાલ ઉપર કોઇ બિન્દુ ઉપર મનને એકાગ્ર કરી રહ્યા હોવ છો તો તમારૂ મન શું કરે છે? તે હંમેશા તમારાથી બિન્દુ સુધી ઉછળકુદ કરતું રહે છે. સતત એક ઉછળકુદની પ્રક્રિયા ચાલતી રહે છે. જયારે મન વિચલિત થાય છે તો તમે બિન્દુને જોઇ શકતા નથી. કારણ કે તમે યથાર્થ આંખમાંથી નહી, મનથી અને આંખથી બિન્દુને જુઓ છો. જો મન ત્યાં ના રહે તો આંખો કામ કરી શકતી નથી. તમે દિવાલને તાકાત રહી શકો છો પરંતુ બિન્દુ દેખાશે નહી કારણ કે મન ના રહ્યું, સંબંધ તુટી ગયો.બિન્દુ તો સાચુ છે, તે છે એટલા માટે જયારે મન પાછુ આવશે તો પછી એને જોઇ શકશો. પરંતુ અત્યારે નહી જોઇ શકો, અત્યારે તમે બહાર ગતિ નહી કરી શકો. અચાનક તમે પોતાના કેન્દ્રમાં છો. આ કેન્દ્રસ્થતા તમને તમારા અસ્તિત્વગત આધાર પ્રત્યે જાગરૂક કરી દેશે. ત્યારે તમે જાણશો કે તમે કયાંથી અસ્તિત્વ સાથે જોડાયેલા છો, સંયુકત છો. તમારા ભીતર એ બિન્દુ છે જે સમસ્ત અસ્તિત્વ સાથે જોડાયેલુ છે જે એની સાથે એક વાર જયારે એ કેન્દ્રને જાણી ગયા તો તમે ઘેર આવી ગયા. ત્યારે આ સંસાર પરદેશ નથી રહેતો અને તમે પરદેશી નથી રહેતા. ત્યારે આ જગત તમારૂ ઘર છે, ત્યારે તમે સંસારના બની ગયા. તો પછી કોઇ લડાઇની કે સંઘર્ષની જરૂરત ના રહી તો તમારી અને અસ્તિત્વની વચ્ચે કોઇ શત્રુતા ના રહી, અસ્તિત્વ તમારી મા બની ગઇ (૫.૪)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
