<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ફટકો :રવિ રાજાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા

મુંબઈ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા રવિ રાજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા રવિ રાજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં તેમને બીજેપીનું સભ્યપદ આપવામાં આવ્યું હતું.

  કોંગ્રેસના નેતા અને મુંબઈ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા રવિ રાજાએ ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સુપરત કર્યું હતું. રવિ રાજા વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ માંગી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમને ઉમેદવાર ન બનાવ્યા, જેના કારણે તેમણે નારાજ થઈને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. 

  રવિ રાજાએ સાયન કોલીવાડાથી ટિકિટ માંગી હતી, પરંતુ કોંગ્રેસે આ બેઠક પરથી સાયન કોલીવાડાને ટિકિટ આપી હતી. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળવાથી નારાજ રવિ રાજા ભાજપમાં જોડાયા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં રવિ રાજાને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

  મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન થશે. 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. મહારાષ્ટ્રમાં આ વખતે ચૂંટણીનો મુકાબલો રસપ્રદ બનવાનો છે, કારણ કે મહાયુતિ અને મહા વિકાસ આઘાડી એમ ત્રણેય પક્ષો સામસામે છે. મહાગઠબંધનમાં શિંદે જૂથની શિવસેના અને અજિત જૂથની NCP સાથે ભાજપ અને ઉદ્ધવ જૂથની શિવસેના અને MVAમાં કોંગ્રેસની સાથે શરદ જૂથની NCPનો સમાવેશ થાય છે

 

(2:08 PM IST)