તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
નવી મુંબઇના ઉલવેમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત પેટ્રોલના સ્ટોર રૂમમાં બ્લાસ્ટ : બેના મોત
મૃતકો એક જ પરિવારના હતા : બે લોકો ઘાયલ

મુંબઈ : દિવાળીની પૂર્વ સંધ્યાએ, નવી મુંબઈના ઉલવેમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત પેટ્રોલના સ્ટોર રૂમમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટોર રૂમમાં ડ્રમ અને ગેલનમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલ એકત્ર કરવામાં આવતું હતું. બુધવારે સાંજે પેટ્રોલના ગેલન અને ડ્રમ ફૂટયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.(
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
