<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

પંજાબ સરકારે DAમાં ૪ ટકાનો વધારો કર્યો

મોંઘવારી ભથ્‍થાને ૩૮ ટકાથી વધારીને ૪૨ ટકા કરવાની જાહેરાત

અમૃતસર, તા.૩૧: પંજાબની ભગવંત માન સરકારે દિવાળીના અવસર પર કર્મચારીઓને મોટી ભેટ આપી છે. પંજાબ સરકારે રાજ્‍ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્‍થા (DA)માં ૪ ટકાનો વધારો કર્યો છે. આ વધેલું ભથ્‍થું ૧લી નવેમ્‍બરથી લાગુ થશે. પંજાબ સરકારે જાહેરાત કરી છે કે સરકારી કર્મચારીઓ અને પેન્‍શનરોના મોંઘવારી ભથ્‍થામાં ૪ ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે.આ રીતે તે ૩૮ ટકાથી વધીને ૪૨ ટકા થયો છે. પંજાબ સરકારના આ નિર્ણય બાદ રાજ્‍યના ૬.૫ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્‍શનધારકોને મોટો ફાયદો થશે

(2:15 PM IST)