તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
જવાનો સાથે દિવાળી મનાવવા નરેન્દ્રભાઈ કેવડિયાથી કચ્છ સરહદે પહોંચ્યા : જુઓ વિડિયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ એકાએક કચ્છ પહોંચતાં સૌ આશ્ચર્યમાં, જોકે, દર વર્ષે સરહદે જવાનો સાથે દિવાળી ઊજવવાની પરંપરા જાળવી રાખી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે એકાએક કચ્છ સરહદે છે. મળતી માહિતી મુજબ નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા મધ્યે એકતા દિનની ઉજવણી કરી તેઓ સીધા ભુજ થઈ કચ્છની ક્રીક બોર્ડરે પહોંચ્યા છે.
જખૌથી કોટેશ્વર વચ્ચે ની પાકિસ્તાનને જોડતી ક્રીક અને દરિયાઈ સરહદે હરામી નાળા, લક્કી નાળા જેવી દુર્ગમ જગ્યાએ ફરજ બજાવતાં જવાનો ને મળી વ્ડપ્રધાન નરેન્દ્રભાઈ દિવાળી ઊજવવાની તેમની પરંપરા જાળવી રાખવા અહીં આવી પહોંચ્યા હતા.
તેમણે જવાનોનું મોઢું મીઠું કરાવી દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, તેમની આ મુલાકાત વિશે સ્થાનિક મીડિયા અજાણ રહ્યું છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
