<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

એક જ પરિવારના ત્રણ હાથીઓને કરંટ લાગવાથી મોતઃ શ્રધ્‍ધાંજલી આપવા હાથીઓના ટોળા ઉમટયા

નવી દિલ્‍હી,તા.૩૧: છત્તીસગઢમાં જંગલી જાનવરો વચ્‍ચે એકબીજા પ્રત્‍યે ઊંડી સંવેદના જોવા મળી હતી. હકીકતમાં જોઈએ તો, અહીં ઘરઘોડા બ્‍લોકના ચુહકીમાર નર્સરીમાં ૨૬ ઓક્‍ટોબરના રોજ ત્રણ હાથીઓના કરંટ લાગવાથી મોત થઈ ગયા હતા. મરનારા હાથીઓમાં એક બચ્‍ચું પણ હતું અને આ તમામ એક જ પરિવારના હતા. આ ઘટના બાદ વન વિભાગના અધિકારીઓએ મરનારા હાથીઓની જગ્‍યા પાસે ખાડો ખોદીને ત્‍યાં જ દાટયા હતાં.

હકીકતમાં મરનારા ત્રણેય હાથીઓ પર ૧૧ કેવીનો વીજળીનો તાર તૂટી પડ્‍યો હતો. જેના કારણે ઘટનાસ્‍થળ પર જ ત્રણેય હાથીઓના તડપીનો મોત થઈ ગયા હતા. ડ્રોનથી પેટ્રોલિંગ કરતી વખતે વન વિભાગને તેની જાણ થઈ. જોકે બચાવ ટીમ આવે તે પહેલા જ હાથીઓના મોત થઈ ગયા હતા.

જ્‍યાં મરનારા ત્રણેય હાથીઓને દફનાવ્‍યા હતા. બુધવારે ત્‍યાં લગભગ ૩૫ હાથીઓનું એક ટોળું આવ્‍યું હતું. આ તમામ હાથીઓ જાણે કે પોતાના મળતક સાથીઓને શ્રદ્ધાંજલિ આપવા આવ્‍યા હોય. ડ્રોનથી હાથીઓ ઘટનાસ્‍થળે આવ્‍યા હોવાના ફુટેજ મળ્‍યા છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ઘટનાસ્‍થળ પર પહેલા એક બે હાથી હતા પણ ધીમે ધીમે મોટી સંખ્‍યામાં હાથીઓ એકઠા થવા લાગ્‍યા

(2:44 PM IST)