<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ક્રેડિટ કાર્ડ, એલપીજીથી લઈને ટ્રેનની ટિકિટ સુધી... કાલથી બદલાશે ૬ મોટા નિયમો

અસર સામાન્‍ય લોકોના ખિસ્‍સા પર પડશે

નવી દિલ્‍હી, તા.૩૧: દર મહિનાની જેમ આ મહિનામાં પણ ઘણા નિયમોમાં ફેરફાર થવાના છે. ક્રેડિટ કાર્ડ, એલપીજી અને ટ્રેન ટિકિટથી લઈને એફડીની સમયમર્યાદા સુધીના નિયમો ૧લી નવેમ્‍બરથી બદલાશે. જેની અસર સામાન્‍ય લોકોના ખિસ્‍સા પર પડશે. ચાલો જાણીએ કે આવતા મહિનાથી કયા નિયમો બદલાઈ રહ્યા છે અને તેની તમારા પર શું અસર થઈ શકે છે.

પ્રથમ ફેરફાર- LPG સિલિન્‍ડરની કિંમત

દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ ગેસ સિલિન્‍ડર (LPG સિલિન્‍ડરની કિંમત)ના ભાવમાં ફેરફાર કરે છે અને નવા દર જાહેર કરે છે. આ વખતે પણ તેની કિંમતો ૧લી નવેમ્‍બરે સંશોધિત થઈ શકે છે. લાંબા સમયથી સ્‍થિર રહેલા ૧૪ કિલોના એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં આ વખતે લોકોને ઘટાડો થવાની આશા છે. કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતની વાત કરીએ તો જુલાઈ મહિનામાં ૧૯ કિલોના એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં ઘટાડો થયો હતો, પરંતુ તે પછી સતત ત્રણ મહિનાથી તેમાં વધારો થઈ રહ્યો છે.

બીજો ફેરફાર- ATF અને CNG-PNG ના દરો

એક તરફ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસ સિલિન્‍ડરના ભાવમાં સુધારો કરે છે, તેની સાથે, સીએનજી-પીએનજી સિવાય, એર ટર્બાઇન ઇંધણ (એટીએફ) ના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે.

(જુઓ પાના નં. ૮)

છેલ્લા કેટલાક મહિનામાં હવાઈ ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વખતે પણ ભાવ ઘટાડવાની તહેવારની ભેટની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સિવાય ઘ્‍ફઞ્‍ અને ભ્‍ફઞ્‍ની કિંમતોમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે.

ત્રીજો ફેરફાર- ક્રેડિટ કાર્ડના નિયમો

હવે વાત કરીએ ૧ નવેમ્‍બરથી દેશમાં લાગુ થનારા ત્રીજા ફેરફારની, જે દેશની સૌથી મોટી સરકારી બેંક સાથે સંબંધિત છે. સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા (SBI)ની પેટાકંપની SBI કાર્ડ ૧ નવેમ્‍બરથી મોટા ફેરફારો લાગુ કરવા જઈ રહી છે, જે તેના ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલની ચૂકવણી અને ફાઇનાન્‍સ ચાર્જિસ સાથે સંબંધિત છે. ૧ નવેમ્‍બરથી, અસુરક્ષિત SBI ક્રેડિટ કાર્ડ્‍સ પર દર મહિને ૩.૭૫ રૂપિયાના ફાઇનાન્‍સ ચાર્જ ચૂકવવાના રહેશે. આ ઉપરાંત, વીજળી, પાણી, એલપીજી ગેસ અને અન્‍ય ઉપયોગિતા સેવાઓ માટે ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની ચુકવણી પર ૧ ટકા વધારાનો ચાર્જ લાદવામાં આવશે.

ચોથો ફેરફાર- મની ટ્રાન્‍સફરનો નિયમ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડોમેસ્‍ટિક મની ટ્રાન્‍સફર (DMT) માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે ૧ નવેમ્‍બર, ૨૦૨૪ થી અમલમાં આવશે. આ નિયમોનો હેતુ છેતરપિંડી માટે બેંકિંગ ચેનલોનો દુરુપયોગ અટકાવવાનો છે.

પાંચમો મોટો ફેરફાર- ટ્રેન ટિકિટમાં ફેરફાર

ભારતીય રેલ્‍વેની ટ્રેન ટિકિટ એડવાન્‍સ રિઝર્વેશન પીરિયડ (ARP), જેમાં મુસાફરીના દિવસનો સમાવેશ થતો નથી, તે ૧ નવેમ્‍બર, ૨૦૨૪ થી ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ કરવામાં આવશે. આ સુધારાનો ઉદ્દેશ્‍ય ટિકિટ ખરીદી પ્રક્રિયાને સુવ્‍યવસ્‍થિત કરીને મુસાફરોની સુવિધા જાળવી રાખવાનો છે.

છઠ્ઠો ફેરફાર- ૧૩ દિવસ સુધી બેંકોમાં કામ નહીં

નવેમ્‍બરમાં તહેવારો અને જાહેર રજાઓ તેમજ વિધાનસભાની ચૂંટણીના કારણે બેંકો અનેક પ્રસંગોએ બંધ રહેશે. નવેમ્‍બરમાં કુલ ૧૩ દિવસની બેંક રજાઓ રહેશે. ચાલો જાણીએ કે કયા પ્રસંગોએ બેંકો બંધ રહેશે. આ બેંક રજાઓ દરમિયાન, તમે બેંકોની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરીને તમારું બેંકિંગ સંબંધિત કામ અને વ્‍યવહારો પૂર્ણ કરી શકો છો. આ સેવા ૨૪×૭ ચાલે છે.

(2:48 PM IST)