<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

નરેન્દ્રભાઈએ કચ્છમા પાકિસ્તાનને જોડતી ક્રીક અને દરિયાઈ સરહદે હરામી નાળા, લક્કી નાળા જેવી દુર્ગમ જગ્યાએ ફરજ બજાવતાં જવાનોનું મોઢું મીઠું કરાવીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કચ્છ સરહદે જવાનો સાથે દિવાળી ઉજવી હતી. કેવડિયાથી નરેન્દ્રભાઈ સીધા જખૌથી કોટેશ્વર વચ્ચે ની પાકિસ્તાનને જોડતી ક્રીક અને દરિયાઈ સરહદે આવી પહોંચ્યા હતા. અહીં હરામી નાળા, લક્કી નાળા જેવી દુર્ગમ જગ્યાએ ફરજ બજાવતાં જવાનોનું મોઢું મીઠું કરાવી, શુભેચ્છાઓ પાઠવી હતી. નરેન્દ્રભાઈએ સરહદે દિવાળી ઊજવવાની તેમની પરંપરા જાળવી રાખી છે. ( ફોટો કર્ટસી: PMO)

(3:07 PM IST)