તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
દિકરીના હેલ્થ મોડલનો અભ્યાસ કરીને આખા દેશમાં લાગુ કરવા અ૫ીલ
આયુષ્માન યોજનામાં ઘણા બધા ગોટાળા

નવી દિલ્હીઃ આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાને મોટો ગોટાળો ગણાવી હતી. તેમણે કેગના રિપોર્ટનો હવાલો આપીને દાવો કર્યો કે આ યોજનામાં ઘણા બધા ગોટાળા છે.
સારવાર માટે દર્દીએ દાખલ થવું જરૂરી છે, જયારે દિલ્હી સરકારની યોજનામાં દાખલ થવાની કોઇ શરત નથી. પાંચ રૂપિયાની દવાથી માંડીને એક કરોડની સારવાર મફત છે. દિલ્હીમાં જયારે દવા, ટેસ્ટ, સારવાર બધુ મફત છે તો અહી આયુષ્માન યોજનાની જરૂર જ નથી.
કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં આરોગ્ય યોજના હેઠળ શરદી- ઉધરસ હોય તો પણ ઓપીડી, આઇપીડીમાં જઇને મફત સારવાર કરાવી શકાય છે. તેમણે વડાપ્રધાનને અપીલ કરી કે તેઓ દિલ્હીના હેલ્થ મોડલનો અભ્યાસ કરીને તેને આખા દેશમાં લાગુ કરે તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન સાથે તેમની વાત થઇ ત્યારે તેમણે દિલ્હી સરકારની સ્વાસ્થ્ય યોજના બંધ કરીને આયુષ્માન યોજના લાગુ કરવા કહ્યુ હતું. દિલ્હી સરકારની યોજનામાં કોઇ વ્યકિતની ૨૦ લાખ રૂપિયાની સારવાર પણ મફતમાં થાય છે. મોહલ્લા કલીનીકમાં પણ મફત સારવાર મળે છે. એટલે તેને બંધ ના કરી શકાય
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
