<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

આયાત ડયુટી ઘટવાથી સોનાની માંગ ૯ વર્ષની ટોચે

છ મહિનામાં સોનાની આયાત રર ટકા વધીઃ ઉંચા ભાવોની ખરીદી પર કોઇ અસર નથી

નવી દિલ્‍હીઃ ઉચા ભાવો છતાં આયાત ડયુટીમાં ઘટાડાથી દેશમાં સોનાની માંગ આ વર્ષના ત્રીજા ત્રિ-માસીકમાં વાર્ષિક આધાર પર ૧૮ ટકા વધીને નવ વર્ષના ઉચ્‍ચસ્‍તર ૨૪૮.૩ ટન પર પહોંચી છે. એક વર્ષ પહેલાના સમાન ત્રિ-માસીકમાં સોનાની કુલ માંગ ૨૧૦.ર ટન હતી. તો કિંમત પ્રમાણે સોનાની કુલ માંગ વાર્ષિક આધાર પર ૫૩ ટકા વધીને ૧,૬૫,૩૮૦ કરોડ રૂપિયાએ પહોંચી હતી. ૨૦૨૩ના ત્રીજા ત્રિ-માસીકમાં ૧,૦૭,૭૦૦ કરોડ રૂપિયાનૂ઼ સોનું વેચાયુ હતું.

વર્લ્‍ડ ગોલ્‍ડ કાઉન્‍શીલ( ડબલ્‍યુ જીસ્‍ત)ના બુધવારે જાહેર થયેલ રિપોર્ટ અનુસાર, જુલાઇ-સપ્‍ટેમ્‍બરમાં સોનાના ઘરેણાની કુલ માંગ ૧૦ ટકા વધીને ૧૭૧.૬ ટન થઇ હતી. કિંમતના હિસાબે ૧,૧૪,૩૦૦ કરોડ રૂપિયાના ઘરેણા ખરીદાયા હતા. જે ૨૦૨૩ના સમાન ગાળાના ૭૯૮૩૦ કરોડ રૂપિયાની સરખામણીમાં ૪૩ ટકા વધારે છે. ડબલ્‍યુજીસીના ક્ષેત્રીય સીઇઓ (ભારત) સચિન જૈને કરહયું કે જુલાઇમાં સોનાની આયાત ડયુટીમાં ઘટાડાથી તેની માંગમાં સુધારો થયો. સોના માટે આ ત્રિ-માસીક ૨૦૧૫ પછી સોૈથી મજબુત ત્રિ-માસીક છે.

મજબુત ઘરેલુ માંગના કારણે દેશની સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિના (એપ્રીલથી સપ્‍ટેમ્‍બર)માં ૨૧.૭૮ ટકા વધીને ૨૭ અબજ ડોલરે પહોંચી ગઇ. ૨૦૨૩-૨૪ના પહેલા છ મહિનામાં કુલ ૨૨.૨૫ અબજ ડોલરનું સોનું આયાત થયું હતું. સરકારી આંકડાઓ અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષના પહેલા છ માસમાં ૨.૩ અબજ ડોલરની ચાંદી આયાત થઇ જે ગત વર્ષના એ જ સમયગાળાના ૪૮.૦૬ કરોડ ડોલર કરતા ૩૭૬.૪૧ ટકા વધારે છે.

(3:36 PM IST)