તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
રશિયા-યુક્રેન યુદ્ધ : કિમ જોંગની એન્ટ્રી : યુરોપ-અમેરિકાની ઊંઘ ઊડી

નવી દિલ્હી, તા.૩૧: યુક્રેન-રશિયન યુદ્ધમાં હવે ધૂની સરમુખત્યાર કીમજોંગ અને ઉત્તર કોરિયાએ પણ ઝુકાવ્યું છે. પેન્ટાગોન જણાવે છે કે ઉ.કોરિયાએ તેના ૧૦૦૦૦ સૈનિકો યુક્રેન સામે લડવા માટે રશિયા મોકલ્યા છે. આ સૈનિકો યુક્રેનની સરહદથી માત્ર થોડા જ માઈલ દુર છાવણી નાખી પડયા છે. નાટોના પ્રમુખે આ ઘટનાને યુક્રેન યુદ્ધમાં લાવેલા નવા વળાંક સમાન કહી છે. પેન્ટાગોન જણાવે છે કે રશિયા તે સૈનિકોને કુર્કસ ક્ષેત્રમાં મોકલે તેવી સંભાવના છે. તે ક્ષેત્રમાં યુક્રેને ઓગસ્ટમાં ભારે હુમલો કરી તે વિસ્તાર કબ્જે કરી લીધો હતો.
નાટોના મહામંત્રી જન. માર્કરૂટે જણાવ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયાએ પણ ઝંપલાવ્યું હોવાથી એક તરફ હિન્દ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં તો બીજી તરફ યુરોપ એટલાંટિક ક્ષેત્રમાં સલામતી ગંભીર રીતે જોખમાઈ જવા સંભવ છે. દરમિયાન જો બાયડેને ફરી એકવાર યુક્રેન સાથે ઉભા રહેવાનું ઝેલેન્સ્કીને આશ્વાસન આપ્યું છે. આ સાથે તેઓએ કહ્યું છે કે જો ઉ.કોરિયાની સેના યુક્રેનની ધરતી ઉપર પગ મુકે તો યુક્રેને તેનો ‘મુંહતોડ' જવાબ આપવો જોઈએ.
ઉત્તર-કોરિયાની આ યુદ્ધમાં એન્ટ્રીથી એક વિશિષ્ટ ઘટના તે બની છે કે એવું પહેલીવાર બન્યું છે કે બે દેશ વચ્ચેના યુદ્ધમાં ત્રીજો દેશ ફુદી પડયો હોય. જોકે, ભાડુતી સૈનિકો તો બંને દેશની સેનામાં છે. કેટલાય દેશો બંનેને (રશિયા અને યુક્રેનને) ભારે પ્રમાણમાં શષાો પણ આપે છે, પરંતુ સીધી રીતે તે યુદ્ધમાં કુદી પડતા નથી, પરંતુ આ વખતે તો ઉ.કોરિયા સીધું જ આ યુદ્ધમાં કુદી પડયું છે. તેણે ૧૦,૦૦૦ સૈનિકો તો મોકલ્યા છે. હજી વધુ મોકલવાનું છે. તેના બદલામાં રશિયાએ તેને એટમબોમ્બ બનાવવા વિજ્ઞાાનીઓ મોકલ્યા છે. તથા પ્રથમ મિસાઈલ્સ બનાવવા ટેકનીશ્યનો મોકલ્યા છે. એટમબોમ્બ માટે તો ઘણા સમય પહેલેથી વિજ્ઞાાનીઓ મોકલ્યા હતા.
અઢી વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં રશિયાના ૭૧,૦૦૦ સૈનિકો માર્યા ગયા છે. જ્યારે સાડા છ લાખ સૈનિકો ઘાયલ થયા છે. હવે રશિયાને સૈનિકોની થોડી ખેંચ પડી છે
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
