<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ન્‍યુયોર્કની શાળાઓમાં પહેલી વાર દિવાળીની રજાઓ

હયુસ્‍ટન : અમેરીકામાં દિવાળીની ભવ્‍ય ઉજવણીની તૈયારીઓ જોરમાં છે. ટેકસાસ રાજયની હેરીસ કાઉન્‍ટીમાં દિવાળી ઓફીશ્‍યલી મનાવાઇ રહી છે. તો ન્‍યુયોર્ક શહેરમાં પહેલીવાર દિવાળીના દિવસે શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. ટેકસાસના રહેવાસીઓએ પહેલીવાર દિવાળીના તહેવાર નિમિતે કાયદેસર રીતે ફટાકડા ખરીદ્યા છે.

ન્‍યુયોર્ક શહેરના મેયર એરીક એડમ્‍સે આ નિર્ણયને સ્‍વીકૃતિ આપી જેને ન્‍યુયોર્કમાં રહેતા ભારતીય સમુદાયની એક મોટી ઉપલબ્‍ધી માનવામાં આવે છે. દિવાળી પહેલા જ હમુસ્‍ટનમાં આભુષણોની દુકાનોમાં ધનતેરસે સોનુ ખરીદનારા ગ્રાહકોની સંખ્‍યા વધી છે. આ વિસ્‍તારોમાં ભારતીય મીઠાઇઓની દુકાનો પર લાડુથી માંડીને બરફી જેવી પારંપરીક ભારતીય મીઠાઇઓ મોટા બોકસોમાં વેચાઇ રહી છે.

હેરીસ કાઉન્‍ટી કમીશનર્સ કોર્ટે સપ્‍ટેમ્‍બરમાં આ ફેરફારની મંજુરી આપી હતી. આ પહેલા ર૦ર૩માં રાજયમાં એક કાયદો પસાર કરીને દિવાળીની આતીશબાજી માટે રજા જાહેર કરી દેવાઇ હતી. જો કે સાર્વજનીક રૂપે રજા ના હોવા છતા પણ અમેરીકા ભરના સમુદાયો ઉત્‍સાહપુર્વક દિવાળી ઉજવી રહયા છે.

(4:03 PM IST)