તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
આંધ્રપ્રદેશમાં ‘ઓનિયન બોંબ’ ભરેલો થેલો બાઈક પરથી ખાડામાં પડતા જોરદાર બ્લાસ્ટ :ત્રણ લોકોના :છ ઘાયલ
ઘટનાસ્થળે ધૂમાડાના ગોટે-ગોટા જોવા મળ્યાં. વિસ્ફોટ બાદ રસ્તા પર ઊભેલા લોકોમાં ભાગમભાગી

આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લામાં બાઈક પર‘ઓનિયન બોંબ’ લઈને જતા યુવકો સાથે મોટો અકસ્માત થયો. ‘ઓનિયન બોંબ’ લઈ જતા સમયે રસ્તામાં ખાડો આવતો બાઈક પરથી બોમ્બ ભેરલો થેલો નીચે પડી જતા જબરદસ્ત વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા.
સમગ્ર ઘટનાનો સીસીટીવીમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બપોરના 12 વાગ્યાની આસપાસ બાઈક પર સવાર બે યુવકો ગલીથી જઈ રહ્યાં હતા, ત્યારે ‘ઓનિયન બોંબ’બાઈક પરથી નીચે પડી જતા વિસ્ફોટ થયો હતો. આ પછી ઘટનાસ્થળે ધૂમાડાના ગોટે-ગોટા જોવા મળ્યાં. વિસ્ફોટ બાદ રસ્તા પર ઊભેલા લોકો ભાગતા જોવા મળે છે.
ઘટનામાં બાઈક સવારનું મોત થયું. જેનું નામ સુધાકર હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા અહેવાલ પ્રમાણે, ઘટનામાં અન્ય બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના એક ગામમાં બુધવારે ફટાકડા મેન્યુફેક્ચરિંગ યુનિટ પર વીજળી પડતાં આગ લાગી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સૂર્યરૂપલેમ ગામની સીમમાં આવેલા ફટાકડા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં વીજળી પડી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (કોવવુરુ) જી દેવકુમારના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા હતા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
