હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 31st October 2024
સારંગપુર સ્થિત પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરની મુલાકાત લેતા ગૃહમંત્રી અમિતભાઇ શાહ : દર્શન કર્યા
તેઓ પ્રમુખસ્વામી મહારાજના સ્નેહલ સંસ્મરણોમાં ગરકાવ થયા :તેઓએ ભારત દેશની પ્રગતિ, સુરક્ષા અને સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી

અમદાવાદ : ગૃહમંત્રી અમિતભાઈ શાહે 31 ઓક્ટોબર 2024ના રોજ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પધાર્યા હતા.
અહીં પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓનું સ્વાગત કર્યું અને પૂ. નારાયણમુનિ સ્વામીએ તેઓને હાર પહેરાવ્યો હતો. અન્ય વડીલ સંતો સાથે મુલાકાત કર્યા બાદ તેઓએ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી.
અહીં દર્શન- પ્રાર્થના, આરતી કરતાં તેઓ પ્રમુખસ્વામી મહારાજના સ્નેહલ સંસ્મરણોમાં ગરકાવ થઈ ગયા હતા. અહીં તેઓએ ભારત દેશની પ્રગતિ, સુરક્ષા અને સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.
ત્યાર બાદ અહીં ચાલતા સંત પ્રશિક્ષણ કેન્દ્રમાં પધારી પ્રશિક્ષણ પ્રાપ્ત કરતા સંતોને મળી તેઓ સાથે વાર્તાલાપ સાધ્યો હતો. અંતે, તેમણે પરિવારના સભ્યો સાથે પ્રસાદ ગ્રહણ કરીને વિદાય લીધી.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
