હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઝારખંડમાં બોકારોમાં માર્ગા પુલ પાસે ફટાકડાની દુકાનોમાં ભયાનક આગ :66 દુકાનો બળીને રાખ થઇ : જુઓ વિડિઓ
ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ : ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

નવી દિલ્હી :દિવાળીની ઉજવણી વચ્ચે ઝારખંડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોકારોમાં માર્ગા પુલ પાસે ફટાકડાની દુકાનોમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાને પગલે ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ છે. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં 66 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
દિવાળીનો તહેવાર નજીક આવે છે તેમ તેમ વિસ્ફોટથી લઈને આગચંપી સુધીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં આવા અકસ્માતો લોકોની ભૂલના પગલે થાય છે. તાજેતરમાં જ હૈદરાબાદથી આવા જ સમાચાર આવ્યા છે, જ્યાં દિવાળીના તહેવાર પહેલા એક દુ:ખદ ઘટના બની હતી. અહીં, એક વ્યક્તિ અને તેની પત્નીનું ગૂંગળામણથી મૃત્યુ થયું જ્યારે ઘરમાં રાખવામાં આવેલા ફટાકડામાં આગ લાગી હતી
દિવાળી નજીક આ પ્રકારનો આ પહેલો અકસ્માત નથી, પરંતુ આવી દુર્ઘટનાના સમાચાર સતત આવી રહ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં પુણેના સિંહગઢ વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે ગટરની ચેમ્બરનું ઢાંકણું ફાટતાં પાંચ બાળકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. સિંહગઢ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક રાઘવેન્દ્ર ક્ષીરસાગરે જણાવ્યું કે આ ઘટના રવિવારે નર્હે વિસ્તારમાં બની હતી.
#WATCH | Jharkhand: Fire breaks out in multiple firecracker shops in Bokaro. Fire tenders present at the spot to douse the fire. Details awaited. pic.twitter.com/6GNlc9XqRO
— ANI (@ANI) October 31, 2024
झारखंडः पटाखों की दुकानों में आग लगी
— Rajni(बुंदेलखंडी) (@rajnisingh66) October 31, 2024
बोकारो में 50 से ज्यादा दुकानें जलकर खाक#Jharkhand pic.twitter.com/1jGD0S0oI5









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
