<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

પીએમ મોદી રાષ્ટ્રપતિ મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ ધનખરને મળ્યા: દિવાળીની શુભેચ્છા પાઠવી

પીએમ મોદીએ દર વખતની જેમ આ વખતે પણ સૈનિકો સાથે દિવાળી મનાવી.

 નવી દિલ્હી : વડા પ્રધાન  મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી, પીએમ મોદીએ દિવાળીના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ સાથે વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળ્યા અને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ દર વખતની જેમ આ વખતે પણ સૈનિકો સાથે દિવાળી મનાવી.હતી

પીએમ મોદીએ દર વખતની જેમ આ વખતે પણ સૈનિકો સાથે દિવાળી મનાવી. વડાપ્રધાન મોદીએ દિવાળીની ઉજવણી કરી અને BSF, આર્મી, નેવી અને એરફોર્સના બહાદુર સૈનિકો સાથે ગુજરાતના કચ્છના ક્રીક વિસ્તારમાં લક્કી નાળા ખાતે વાર્તાલાપ કર્યો હતો

  ગુજરાતમાં, વડાપ્રધાને કહ્યું કે અમને અમારા સુરક્ષા કર્મચારીઓ પર ખૂબ ગર્વ છે જેઓ દુર્ગમ સ્થળોએ પણ બહાદુરીથી અમારી રક્ષા કરે છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે કચ્છનો ખાડી વિસ્તાર અતિશય તાપમાનને કારણે પડકારજનક અને દૂરસ્થ બંને છે. તેમાં અન્ય પર્યાવરણીય પડકારો પણ છે, દિવસો ખૂબ જ ગરમ છે અને ઠંડા દિવસો પણ છે. સૈનિકોની 'અદમ્ય ઇચ્છા' અને 'અપાર હિંમત'ની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે સૈનિકોએ દરેક પડકારજનક પરિસ્થિતિમાં પોતાને સાબિત કર્યા છે.

(12:46 AM IST)