તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Friday, 1st November 2024
રાજસ્થાનના સિકરમાં ગોઝારો અકસ્માતઃ ૧ર થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
અચાનક બસ પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને એક પુલ સાથે અથડાઈઃ રસ્તા પર લાશ જ લાશ, ઉઠી મરણચીસો

નવી દિલ્હીઃ ધનતેરસનો દિવસ રાજસ્થાન માટે ખૂબ ભારે પડ્યો. સિકરના લક્ષ્મણગઢમાં બસ એક્સિડન્ટમાં 12થી વધુ લોકોના મોત થયાં હતા જ્યારે 45 અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઘણા લોકો ગંભીર હોવાથી મોતનો આંકડો વધી શકે છે. મુસાફરોથી ભરેલી બસ સાલાસરથી નવલગઢ તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અચાનક બસ પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને એક પુલ સાથે અથડાઈ. પ્રાથમિક તપાસ મુજબ બસની વધુ ઝડપે આ અકસ્માતને વધુ ભયાનક બનાવ્યો હતો.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
