હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચૂંટણી આડે ૨૦ દિવસ બાકી છે ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપે શિંદે સેના સાથે રમત રમી? નવનિર્માણ સેનાના સુપ્રિમો રાજ ઠાકરેના દીકરાને ટેકો આપ્યો

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ૨૦ દિવસ બાકી છે. માહિમ વિધાનસભા બેઠકના ઉમેદવારોને લઈને મહાયુતિ ગઠબંધનમાં હજુ મૂંઝવણ છે. ત્યારે આ સીટ પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે, શિંદેની શિવસેનાના વર્તમાન ધારાસભ્ય સદા સરવણકર અને શિવસેના (ઉદ્ધવ)ના મહેશ સાવંત વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાનો છે ત્યારે ભાજપે અમિત ઠાકરેને સમર્થન આપવાનું વચન આપતાં અહીંની લડાઈ રસપ્રદ બની ગઈ છે.
ભાજપના આ નિર્ણયથી એકનાથ શિંદેની સેનાને જોરદાર ઝટકો લાગ્યો છે. હાલમાં આ બંને પક્ષોના ગઠબંધનવાળી સરકાર સત્તામાં છે. આ બેઠક પરથી સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ તેના વર્તમાન ધારાસભ્યને ઉતારવાનો નિર્ણય કર્યો હતો અને બંને પક્ષો તેમના નિર્ણય પર અડગ છે.
ભાજપને આશા હતી કે એકનાથ શિંદેની શિવસેના તેના ધારાસભ્ય સરવણકરને બેઠક પરથી હટાવીને અમિત રાજ ઠાકરેને સમર્થન કરશે. જોકે, ભાજપના નેતાઓનો દાવો છે કે આ મામલે શિંદે સાથે સમજૂતી થઈ ગઈ છે. જ્યારે શિંદેની શિવસેનાના નેતાઓ દલીલ કરે છે કે જો તેઓ ઉમેદવારો ઉભા નહીં કરે તો તેમના મત ઉદ્ધવ જૂથને જતા રહેશે. સરવણકરે બુધવારે રાજ ઠાકરેને માહિમ બેઠક પરથી તેમના પુત્રની ઉમેદવારી પાછી ખેંચવા અને શિવસેનાને સમર્થન આપવા વિનંતી કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
