હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આંધ્રપ્રદેશના એલુરુ માં ટુ-વ્હીલર પર રાખેલા ફટાકડામાં વિસ્ફોટઃ ૧ વ્યકિતનું મોત
બાઇક પર સવારનાં વ્યકિતના હાથમાં હાથથી બનાવેલા ફટાકડા (ઓનિયન બોમ્બ) અને અન્ય ફટાકડા હતા જે રસ્તા પર પડ્યા બાદ વિસ્ફોટ થયો હતો.

નવી દિલ્હીઃ બેગમાં હાથથી બનાવેલા ફટાકડા (ઓનિયન બોમ્બ) અને અન્ય ફટાકડા હતા જે રસ્તા પર પડ્યા બાદ વિસ્ફોટ થયો અને બાઇક સવારનું મોત નીપજ્યું
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના એલુરુ શહેરમાં ગુરુવારે ટુ-વ્હીલર પર રાખેલા ફટાકડા વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે બે વ્યક્તિઓ દિવાળીની ઉજવણી માટે ખરીદેલા ફટાકડા ભરેલી થેલી લઈને જઈ રહ્યા હતા.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બેગમાં હાથથી બનાવેલા ફટાકડા (ઓનિયન બોમ્બ) અને અન્ય ફટાકડા હતા જે રસ્તા પર પડ્યા બાદ વિસ્ફોટ થયો હતો. જેના કારણે બાઇક સવારનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર અને રોડ પર ઉભેલા અન્ય બે લોકો ઘાયલ થયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, ટુ-વ્હીલર સવારના પગ અને શરીરના અન્ય ભાગોને નુકસાન થયું હતું. સ્થાનિક ટેલિવિઝન ચેનલો દ્વારા પ્રસારિત કરાયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજમાં વિસ્ફોટ અને કેટલાક લોકો ભાગતા જોવા મળ્યા હતા જ્યારે આ વિસ્તારમાં ધૂળ ફેલાઈ હતી. એક અહેવાલ અનુસાર બાઇક સ્થાનિક મંદિર પાસે ખાડામાં પડી હતી અને 'બોમ્બ' પડ્યા હતા અને વિસ્ફોટ થયો હતો. મૃતક બાઇક સવારની ઓળખ સુધાકર તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
'ઓનિયન બોમ્બ' એક ફટાકડા છે જે ગોળાકાર અથવા બલ્બ આકારનો હોય છે અને ડુંગળી જેવો હોય છે. જ્યારે તે પ્રગટાવવામાં આવે છે ત્યારે તે એક શક્તિશાળી બેંગ ઉત્પન્ન કરે છે. અચાનક ગ્લો અને ક્યારેક ધુમાડો પણ છોડે છે. જેમ કે થોડો ડાયનામાઈટ વિસ્ફોટ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
