<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

પગે લાગી બંદૂક તાણી ગોળીઓ વરસાવીઃ દિલ્‍હીની ડબલ મર્ડરની ઘટનાઃ સીસીટીવીમાં કેદ

પરિવાર ફટાકડા ફોડી રહ્યો હતો ને સગીરે ચરણ સ્પર્શ કર્યા અને યુવકને ગોળી ધરબીઃ પુત્ર બચાવવા જતાં તેને પણ પતાવી દીધો

નવી દિલ્‍હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દિવાળીની રાત્રે એક હૃદયદ્રાવક ઘટનાને લઈ હડકંપ મચી ગયો છે. વાસ્તવમાં અહીં ફ્લોર માર્કેટમાં બનેલી આ ડબલ મર્ડરની ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ચોંકાવનારા છે. ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. આ હત્યા કેસ હજુ પણ દિલ્હી પોલીસ માટે રહસ્ય બનીને રહ્યો છે. પોલીસે સગીરની અટકાયત કરી છે.

ગઈકાલે રાત્રે દિલ્હીના ફ્લોર માર્કેટમાં એક સનસનાટીભરી ઘટના જોવા મળી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, 40 વર્ષીય આકાશ તેના 16 વર્ષના પુત્ર રિષભ સાથે ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. એટલામાં એક યુવક સ્કૂટર પર આકાશ પાસે આવે છે અને તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા લાગે છે. ઋષભ પણ તેના પિતા પાસે ઉભો છે. પાછળથી બીજો યુવક આવે છે અને ખિસ્સામાંથી બંદૂક કાઢીને આકાશ પર ગોળીબાર શરૂ કરે છે. આકાશ બચવા ઘરની અંદર જાય છે. ત્યારપછી આરોપી આકાશની પાછળ ઘરમાં ઘુસી જાય છે અને ગોળીબાર કરે છે. આ દરમિયાન આકાશની સાથે 10 વર્ષના બાળક ક્રિશને પણ ગોળી વાગી હતી.

હુમલાખોર બહાર આવતાની સાથે જ તે યુવકના સ્કૂટર પર ભાગવાનું વિચારે છે, ત્યારે બહાર ઉભેલો ઋષભ તેની પાછળ દોડે છે. આ દરમિયાન ઋષભને પણ ગોળી વાગી હતી. આકાશ અને ઋષભ મૃત્યુ પામ્યા. ક્રિશને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. ક્રિશની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

શાહદરાના ડીએસપી પ્રશાંત ગૌતમનું કહેવું છે કે, પીસીઆર દ્વારા રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આકાશનું મોત નીપજ્યું હતું. ફોરેન્સિક ટીમ તપાસમાં લાગેલી છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતનો મામલો જણાય છે. આરોપીઓએ 5 રાઉન્ડ ફાયરિંગ કરીને 2 લોકોની હત્યા કરી હતી. બાળકીની હાલત પણ નાજુક છે. તેમની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

(11:47 AM IST)