હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 1st November 2024
જમ્મુ-કાશ્મીરના નગરોટાથી ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાએ લાંબી બિમારી બાદ દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ
દેવેન્દ્ર સિંહ રાણા ભાજપના અગ્રણી ચહેરાઓમાંના એક હતાઃ તેઓ કાશ્મીરના લોકો પ્રત્યે સમર્પિત સેવાઓ માટે જાણીતા હતા

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા અને જમ્મુ-કાશ્મીરની નગરોટા વિધાનસભાના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું 59 વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ દિલ્હીના ફરીદાબાદની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ભાજપના અગ્રણી ચહેરાઓમાંના એક હતા અને જમ્મુ-કાશ્મીરના લોકો પ્રત્યે તેમની સમર્પિત સેવાઓ માટે તેમને ઓળખવામાં આવ્યા હતા. તેમના નિધનથી પાર્ટી અને તેના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
દેવેન્દ્ર સિંહ રાણા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહના ભાઈ હતા. પોતાના ભાઈના નિધનની માહિતી મળતા તેઓ તેમના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારને મળ્યા હતા. તેમના મતવિસ્તાર માટે તેમની સમર્પિત સેવા અને પક્ષના આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધતા માટે જાણીતા એવા દેવેન્દ્ર સિંહ રાણા જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના અગ્રણી નેતા હતા.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
