<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

ચૂંટણીમાં મારી હાર લોકતાંત્રિક હસ્તક્ષેપ થી થશે શું 2020 ની જેમ અમેરિકામાં ફરી હિંસા જોવા મળશે?

 

નવી દિલ્‍હીઃ દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અમેરિકામાં ચાર દિવસ બાદ રાષ્ટ્ર પ્રમુખ માટેની ચૂંટણી યોજાવાની છે. 5 નવેમ્બરે અમેરિકાના લોકો પોતાના આવનાર રાષ્ટ્ર પ્રમુખ માટે મતદાન કરશે. પરંતુ, હવે સવાલ થઈ રહ્યો છે કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના હરીફ કમલા હેરિસને ચૂંટણીમાં હરાવી દે છે તો શું 2020ની જેમ અમેરિકામાં ફરી હિંસા જોવા મળશે? આ સવાલ એટલે થઈ રહ્યો છે, કારણકે ટ્રમ્પે હાલમાં પોતાના એક નિવેદનમાં ધાંધલીનો ઉલ્લેખ કર્યો છે.

એકબીજા પર નિશાનો સાધી રહ્યાં છે

ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ સતત એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પે એવું કહ્યું કે, કમલા હેરિસે હિન્દુઓને અવગણ્યા છે, પરંતુ તે હિન્દુઓની રક્ષા કરશે. કમલા હેરિસ પોતાના નિવેદનમાં ટ્રમ્પને અસ્થિર વ્યક્તિ જણાવી ચુક્યા છે. કમલા હેરિસ ટ્રમ્પને પોતાની મેડિકલ રિપોર્ટ પણ સાર્વજનિક કરવાનો ચેલેન્જ આપી ચુક્યા છે.

(2:17 PM IST)