હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત અમારા સરકારી નેટવર્ક ઉપર સાઈબર હુમલો કરી શકે છેઃ કેનેડાનો આક્ષેપ
કેનેડાની સરકારી વેબસાઈટને નિશાન બનાવવામાં આવી રહી છે.

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વધુ વણસી રહ્યા છે. ત્યારે કેનેડાની જાસુસી એજન્સીએ એક નવી ચેતવણી જાહેર કરી છે. કેનેડાએ આરોપ લગાવ્યો છે કે ભારત કેનેડા પર સાઈબર હુમલો કરી શકે છે. સતત કેનેડાની સરકારી વેબસાઈટને નિશાન બનાવવામાં આવી રહી છે.
કેનેડાની એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારત સાઈબર ટેક્નોલોજીના માધ્યમથી અલગાવવાદીઓ પર નજર રાખી રહ્યું છે. ભારત સાઈબર ક્ષમતાઓના ઉપયોગ દ્વારા કેનેડાના સરકારી નેટવર્ક પર હુમલાઓ વધારવા કરી રહ્યું છે.
કેનેડાના કોમ્યુનિકેશન્સ સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટના પ્રમુખ કેરોલિન જેવિયરે જણાવ્યું કે આ સ્પષ્ટ છે કે અમે ભારતને એક ઉભરતા ખતરાવાળા દેશના રુપમાં જોઈ રહ્યા છીએ. એજન્સીએ આ સિવાય તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે કેનેડાના આરોપ બાદ ભારત સમર્થક હેકટિવિસ્ટ ગ્રુપે સેનાની સાઈટ સહિત કેનેડાની વેબસાઈટ પર DDoS હુમલા કર્યા છે. જેથી લોકો આ હુમલા સુધી પહોંચી રહ્યા નથી.
વર્ષ 2023માં કેનેડામાં કેનેડિયન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ આજ સુધી ટ્રુડો એક પણ પુરાવા રજૂ કરી શક્યા નથી. નિજ્જરની હત્યા બાદ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વણસેલા છે. ભારતે કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. તો ભારત દ્વારા છ કેનેડિયન રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
