News of Friday, 1st November 2024
પાર્કિંગને લઈ થયો ઝઘડોઃ રિટાયર્ડ આર્મી ઑફિસરે કર્યો ગોળીબારઃ યુવકનું મોતઃપુનાની ઘટના
આરોપી નિવૃત આર્મી જવાનનું નામ શ્રીકાંત પાટીલઃ બે જણ વચ્ચે યરવડા વિસ્તારમાં પાર્કિંગને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી

પુણેમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ગોળીબારની વિચિત્ર અને સનસનીખેજ ઘટના બની હતી. આ ઘટના પાર્કિંગને મુદ્દે થયેલા નજીવા વિવાદને લીધે થઈ હોવાની વાત સામે આવી છે.
યરવડા વિસ્તારમાં એક નિવૃત્ત આર્મી જવાને એક યુવક પર ગોળીબાર કર્યો હતો. જેમાં યુવકનું મોત થતાં જ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોડી રાત્રે યરવડાના અશોકનગર વિસ્તારમાં આ ઘટના બની હતી.
ગોળી વાગ્યા બાદ યુવકને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરોએ યુવકને મૃત (Pune Crime News) જાહેર કર્યો છે. ગોળી વગવાને કારણે જે યુવકનું મોત થયું છે તેનું નામ શાહનવાઝ મુલાની તરીકે સામે આવ્યું છે.
આરોપી નિવૃત આર્મી જવાનનું નામ શ્રીકાંત પાટીલ છે. આ બંને વચ્ચે યરવડા વિસ્તારમાં પાર્કિંગને લઈને ઉગ્ર બોલાચાલી તહી હતી. બસ આટલી જ વાત પર મામલો બીચક્યો હતો. પલભરમાં તો નિવૃત્ત આર્મી ઓફિસરે પિસ્તોલ કાઢીને શાહનવાઝ મુલાની પર ધડધડધડ ગોળીઓ છોડી હતી. આમાં શાહનવાઝ મુલાનીના માથામાં ભાગમાં ગોળી વાગતાં જ તે મોતને ભેટ્યો હતો. અત્યારે આ કેસમાં યરવડા પોલીસે આરોપી શ્રીકાંત પાટીલની અટકાયત કરી છે. મોડી રાત સુધી કેસ દાખલ કરવાની કામગીરી ચાલુ હતી. પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
