હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ યુવાનોને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર 2022-23 માટે અરજી કરવા હાકલ કરી
રાષ્ટ્રીય યુવા પુરસ્કાર 2022-23 માટેની અરજી 1લી નવેમ્બરથી 15મી નવેમ્બર દરમિયાન ગૃહ મંત્રાલયના કોમન એવોર્ડ પોર્ટલ પર કરી શકાશે

નવી દિલ્હી : કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ યુવાનોને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર 2022-23 માટે અરજી કરવા હાકલ કરી છે. આ પુરસ્કાર વ્યક્તિઓ (15 થી 29 વર્ષની વય વચ્ચે) અને સંસ્થાઓને વિકાસ અને સામાજિક સેવાઓ જેવા કે આરોગ્ય, માનવાધિકારને પ્રોત્સાહન, સક્રિય નાગરિકતા અને સમુદાય સેવાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાન માટે આપવામાં આવે છે.
આ પુરસ્કારમાં એક મેડલ, પ્રમાણપત્ર અને વ્યક્તિગતને એક લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર અને સંસ્થાને ત્રણ લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. એક વિડિયો સંદેશમાં, ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પુરસ્કારો માત્ર એક પ્રસંશા નથી પરંતુ પ્રગતિશીલ અને સર્વસમાવેશક ભારતને પ્રોત્સાહન આપવામાં યુવા નેતૃત્વની ઉજવણી છે.
રાષ્ટ્રીય યુવા પુરસ્કાર 2022-23 માટેની અરજી 1લી નવેમ્બરથી 15મી નવેમ્બર દરમિયાન ગૃહ મંત્રાલયના કોમન એવોર્ડ પોર્ટલ દ્વારા મંગાવવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
