<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

આગામી સમયમાં હાડ થીજવતી ઠંડી પડી શકે: હવામાન વિભાગની મોટી આગાહી: ઉત્તર ભારતમાં ભુક્કા બોલાવશે

આ વર્ષે ઠંડી સૌથી વધારે પડશે :ઠંડી અનેક સદીઓના રેકોર્ડ તોડી શકે

નવી દિલ્હી :ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલા અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં હવામાનમાં પરિવર્તન આવી શકે છે. ભારે ગરમી અને વરસાદ બાદ હવે આગામી સમયમાં હાડ ગાળી નાંખે તેવી ઠંડી પડી શકે છે. ઉત્તર અને ઉત્તર પૂર્વી ભારતમાં તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે.

હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર-પશ્ચિમ હિમાચલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી વધારે સમયથી શુષ્ક હવામાનની સ્થિતિ છે.

ઓક્ટોબર 2024માં 123 વર્ષમાં ત્રીજી વખત સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હિમાચલ પ્રદેશમાં સામાન્યથી 100 ટકા ઓછો વરસાદ થયો છે.

વર્ષના અંત સુધીમાં લા નીનાનો પ્રભાવ વધી જશે, જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં સામાન્યથી વધારે ઠંડી પડી શકે છે.

ભારતના ઉત્તરી ભાગોમાં ભારે ઠંડી પડી શકે છે. આ વર્ષે ઠંડી સૌથી વધારે પડશે તે ઉપરાંત ઠંડી અનેક સદીઓના રેકોર્ડ તોડી શકે છે.

WMOની માહિતી પ્રમાણે વર્ષના અંત ભાગ સુધીમાં 60 ટકા સંભાવના છે કે લા નીનાની સ્થિતિ વધારે મજબૂત બનશે, જેથી દેશના ઉત્તરી ભાગોમાં વધારે પ્રમાણમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.


 

(5:49 PM IST)