IRCTCથી ઓનલાઈન રિઝર્વેશન કરતા પહેલા ધ્યાન આપો : આજથી બદલાઈ ગયા ટિકિટ બુકિંગના નિયમો
IRCTC એપ અથવા વેબસાઈટ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાના નિયમો આજથી એટલે કે 1 નવેમ્બર 2024થી બદલાઈ ગયા

નવી દિલ્હી :એડવાન્સ ટિકિટ બુકિંગ માટે IRCTCના નવા નિયમો આજથી એટલે કે 1 નવેમ્બર 2024થી અમલમાં આવ્યા છે. જો તમે પણ રેલવે રિઝર્વેશન માટે IRCTC એપ અથવા વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે રેલવેના આ નવા નિયમથી વાકેફ હોવું જોઈએ. ભારતીય રેલવેએ હવે એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને તેની મર્યાદા ઘટાડી દીધી છે. ભારતીય રેલવેના અધિકૃત ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મે હવે એડવાન્સ ટિકિટ બુકિંગનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી દીધો છે.
ભારતીય રેલવેએ ગયા મહિને આની જાહેરાત કરી હતી. IRCTC પ્લેટફોર્મની સાથે, આ નવો નિયમ કોઈપણ થર્ડ પાર્ટી ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ અથવા એપ જેમ કે Paytm, Ixigo, Make My Trip પર પણ લાગુ થશે. ઉપરાંત, આ નિયમ ઑફલાઇન અથવા કાઉન્ટર ટિકિટ પર પણ લાગુ થશે. ટ્રેનોમાં વધતી વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં આ ફેરફાર કર્યો છે. ખાસ કરીને તહેવારોની સિઝનના ચાર મહિના પહેલા ઘણી ટ્રેનોમાં ટિકિટ ફુલ થઈ ગઈ હતી, જેના કારણે ઘણા રેલવે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
IRCTC પ્લેટફોર્મ દ્વારા, વપરાશકર્તાઓ હવે 120 દિવસની જગ્યાએ 60 દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુક કરી શકશે. નિયમિત ટિકિટ એપ અને વેબસાઇટ દ્વારા ગમે ત્યારે બુક કરી શકાય છે. તે જ સમયે, તત્કાલ ટિકિટ ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના 24 કલાક પહેલા બુક કરી શકાય છે. તત્કાલ ટિકિટ વિન્ડો AC માટે સવારે 10 વાગ્યે અને નોન-AC માટે સવારે 11 વાગ્યે ખુલે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ટ્રેનની ટિકિટ અગાઉથી બુક કરાવવા માંગો છો, તો હવે તમે માત્ર 60 દિવસ પહેલા જ ટિકિટ બુક કરાવી શકો છો.
IRCTCએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પ્લેટફોર્મને ઘણું અપગ્રેડ કર્યું છે. હવે યુઝર્સને ઓનલાઈન ટિકિટ બુક કરાવવામાં કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં IRCTC દ્વારા ટિકિટ બુક કરાવવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. જો તમે સવારે 8 વાગ્યા પહેલા એપ અથવા વેબસાઈટ પર લોગ ઈન થાવ છો, તો તમે બરાબર સવારે 8 વાગ્યે લોગ આઉટ થઈ જશો. ટ્રેન ટિકિટ બુક કરવા માટે, તમારે ફરીથી લોગ ઇન કરવું પડશે
તત્કાલ ટિકિટ માટે તમારે બરાબર સવારે 10 અને 11 વાગ્યે લોગ ઇન કરવું પડશે. આ સિવાય એકવાર તમે લોગ-ઈન કરો ત્યારે માત્ર એક જ PNR નંબર જનરેટ કરી શકાય છે. બીજી ટિકિટ એટલે કે PNR માટે તમારે IRCTC એપ અથવા વેબસાઇટ પર ફરીથી લોગ ઇન કરવું પડશે. ભારતીય રેલ્વેનો આ નિર્ણય ટિકિટના બ્લેક માર્કેટિંગને રોકવા માટે લેવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
