હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશમાં દરરોજ સરેરાશ 6 કરોડ રૂપિયાની ઠગાઈ: ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં લોકો લૂંટાયા: રિપોર્ટના ચોંકાવનારા આંકડા
સ્કેમર્સે આ વર્ષે માત્ર 10 મહિનામાં ડિજિટલ અરેસ્ટની પદ્ધતિનો ઉપયોગ કરીને 2140 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી

નવી દિલ્હી :સાઇબર ક્રિમિનલ્સ લોકોને ઠગવા માટે ઘણી રીતોનો ઉપયોગ કરતા હોય છે. આમાંથી એક રીત જે અત્યારે ખૂબ ચર્ચા છે, તે ડિજિટલ અરેસ્ટ. સૂત્રો અનુસાર આ રીતનો ઉપયોગ કરીને સ્કેમર્સ દરરોજ 6 કરોડ રૂપિયાની ઠગાઈ કરી રહ્યા છે.
સ્કેમર્સે આ વર્ષે માત્ર 10 મહિનામાં ડિજિટલ અરેસ્ટની પદ્ધતિનો ઉપયોગ કરીને 2140 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. દર મહિને, સાયબર ગુનેગારો સરેરાશ 214 કરોડ રૂપિયાની ફ્રોડ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.
આ પ્રકારની ફ્રોડમાં સ્કેમર્સ ED, CBI, પોલીસ અથવા RBIના અધિકારીઓ હોવાનું કહે છે. પછી સામાન્ય લોકોને કોઈ નકલી કેસમાં ફસાવીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. દરરોજ ઘણા લોકો છેતરપિંડીની આ પદ્ધતિનો શિકાર બને છે. આ ફ્રોડ કંબોડિયા, મ્યાનમાર, વિયેતનામ, લાઓસ અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી થઈ રહી છે
કંબોડિયામાં ચાઈનીઝ કેસિનોમાં સ્થાપિત કોલ સેન્ટરોમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડ સેન્ટરો ચાલુ છે. આ વર્ષે ઓક્ટોબર સુધીમાં ડિજિટલ ધરપકડના કુલ 92,334 કેસની માહિતી મળી છે. જો તમે આવા કૌભાંડનો ભોગ બનો છો તો તરત જ 1930 પર જાણ કરો.
આ પ્રકારની ફ્રોડમાં સાયબર ગુનેગારો તમને TRAI, RBI અથવા કોઈપણ કુરિયર કંપની દ્વારા તમારા કામ પર કોલ કરે છે. આ IVR કોલ કરે છે, જેમાં કહેવામાં આવે છે કે તમારો નંબર અથવા બેંક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. અથવા તમારું કુરિયર સાચું એડ્રેસ ન મળવાના કારણે ડિલિવરી કરી શકતું નથી.
આ કોલમાં ગ્રાહક સપોર્ટ ઓફિસર સાથે વાત કરવા માટે 9 દબાવવાનું કહે છે. જેમ જેમ કોઈ વ્યક્તિ ગ્રાહક સપોર્ટ ઓફિસર સાથે વાત કરે છે, ત્યારે તેઓ તેમનું સ્કેમ શરૂ કરે છે. સૌથી પહેલા તેઓ તમને જણાવશે કે તમારા નામે લોન છે કે નકલી સિમનો ઉપયોગ થઈ રહ્યો છે કે પછી તમારું આધાર કાર્ડ ડ્રગ્સ સાથે પડ્યું છે
આ પછી તે એક નકલી પોલીસ અધિકારીના નામે ડરાવાનો પ્રયત્ન કરે છે. આખા મામલામાં આ સ્કેમર્સ સુપ્રીમ કોર્ટ, પોલીસ, CBI જેવી સંસ્થાઓના નામે ડરાવે છે. નકલી કેસ બનાવીને 'ડિજિટલ અદાલત' માં સુનાવણી શરૂ કરે છે. આ બધા માટે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે.
ડિજિટલ અરેસ્ટમાં સ્કેમર્સ તમને કોઈ વાત કરવા, કોને મળવા, ઘરની બહાર પણ નથી નીકળવા દેતા. અમુક કેસોમાં આખો પરિવાર આનો શિકાર બની જાય છે. આમાં Skype Call કે પછી WhatsApp Video Call પર બધી જ નકલી કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લે સ્કેમર્સ કેસને રફા દફા કરવા માટે પૈસાની માંગણી કરે છે. આ આવી રીતે દરરોજ કોઈને કોઈ આ ફ્રોડમાં ફસાય છે અને પોતાના ભેગા કરેલ રૂપિયા ગુમાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
