હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓક્ટોબરમાં સોના કરતાં ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા : જોરદાર તેજી નોંધાવી: સોનામાં રૂપિયા 4,360,ચાંદીમાં 7270નો ઉછાળો
બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો: આ વર્ષે સોનાના ભાવ રૂપિયા 16,200 વધ્યા: ચાંદીમાં પણ રૂપિયા 23,000થી વધારે વધારો થયો

નવી દિલ્હી :આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સોના અને ચાંદીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. દરમિયાન ઓક્ટોબર મહિનામાં સોનાના 10 ગ્રામદીઠ ભાવમાં રૂપિયા 4,360નો ઉછાળો આવ્યો છે તો ચાંદી કીલો દીઠ ભાવમાં રૂપિયા 7270ની તેજી આવી છે.
આ વર્ષે સોનાના ભાવ 10 ગ્રામમાં આશરે 16000થી વધારે તેજી જોવા મળી છે. જ્યારે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 73,395થી વધીને રૂપિયા 96,000 પાર થઈ છે. આમ ચાંદીમાં પણ રૂપિયા 23,000થી વધારે વધારો થયો છે.
ભૂરાજકીય ચિંતાને પગલે વિશ્વના બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. વિશ્વની અનેક મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાપક પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત યુએસ ફેડરલની મધ્યસ્થ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવતા સોના અને ચાંદીના ભાવને વેગ મળ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
