હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 1st November 2024
અમેરિકાના ફ્લોરિડામાં ‘હેલોવીન‘ના સેલિબ્રેશનમાં ગોળીબાર: બે લોકોના મોત :અન્ય છ લોકો ઘાયલ
રાત્રે 1 વાગ્યાની આસપાસ જાહેરમાં હેલોવીનની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર : 17 વર્ષના સંદિગ્ધ કિશોરની પૂછપરછ

ઓરલેન્ડોઃ અમેરિકાના ફ્લોરિડામાં ‘હેલોવીન‘ના સેલિબ્રેશન માટે આયોજિત જાહેર કાર્યક્રમમાં શુક્રવારે વહેલી સવારે થયેલા ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી હતી
ઓરલેન્ડો પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તે શહેરના મુખ્ય વિસ્તારમાં થયેલા ફાયરિંગની તપાસ કરી રહ્યા છે.
ઓરલેન્ડોના પોલીસ વડા એરિક સ્મિથે જણાવ્યું હતું કે જ્યારે સેંકડો લોકો રાત્રે 1 વાગ્યાની આસપાસ જાહેરમાં હેલોવીનની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે પીડિતોને ગોળી મારવામાં આવી હતી.
સ્મિથે કહ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓ 17 વર્ષના સંદિગ્ધ કિશોરની પૂછપરછ કરી રહી છે. પોલીસે કહ્યું કે આ અંગેની વધારાની માહિતી આગામી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
