<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

ભગવાન વેંકટેશ્વર મંદિરમાં આગ લાગી: ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

હૈદરાબાદ ઓલ્ડ સિટીના સંતોષ નગરમાં મંદિરમાં આગ લાગી : ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

હૈદરાબાદના એક મંદિરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બાદ ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના હૈદરાબાદ ઓલ્ડ સિટીના સંતોષ નગરની જણાવવામાં આવી રહી છે. આગની ઘટના બાદ તરત જ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ ઓલવવાનું શરૂ કર્યું.

હૈદરાબાદના જૂના શહેરના સંતોષ નગરમાં સ્થિત ભગવાન વેંકટેશ્વર મંદિરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. 

ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસે આગના કારણની તપાસ શરૂ કરી છે.



 

(12:13 AM IST)