<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

જમ્મુ -કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ :આતંકીઓને 2 બિન-કાશ્મીરી મજૂરો પર ગોળીબાર કર્યો

બુડગામ જિલ્લાના મગમ વિસ્તારમાં ગૈર-કાશ્મીરી મજૂરોને ગોળી મારી : ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી: સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના બુડગામ જિલ્લાના મગમ વિસ્તારમાં ગૈર-કાશ્મીરી મજૂરોને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. પાપ્ત માહિતી મુજબ, આતંકવાદીઓએ 2 બિન-કાશ્મીરી મજૂરો પર ગોળીબાર કર્યો છે. ઘટના બાદ ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

   ઉત્તર પ્રદેશના સાહનપુરના રહેવાસી એમ ઉસ્માન મલિકના પુત્ર એમ ઉસ્માન મલિક પુત્ર એમ જુલ્ફાન મલિક અને સુફિયાને ગોળી વાગી હતી. ઉસ્માનને જમણા હાથમાં અને સુફીયાનને જમણા પગમાં ઈજા થઈ છે. બંને જલ શક્તિ વિભાગમાં દૈનિક વેતનમાં કામ કરતા હતા. બંને કામદારોને ગોળી વાગી છે, પરંતુ તેમની હાલત સ્થિર હોવાની વિગતો છે. બંને ઘાયલોને JVC હોસ્પિટલ બેમિનામાં દાખલ કરવામાં આવ્યા છે

   ફેબ્રુઆરીમાં જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપતાં હબ્બા કદલ વિસ્તારમાં શીખ સમુદાયના બે લોકોને એકે રાઈફલથી ગોળી મારી દીધી હતી. આ હુમલામાં અમૃતસરના રહેવાસી અમૃત પાલ અને રોહિતનું મોત થયું હતું. તે અગાઉ ફેબ્રુઆરી 2023ની સવારે આતંકવાદીઓએ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરી હતી. તેમજ મે 2023માં આતંકવાદીઓએ અનંતનાગના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી


 

(9:00 PM IST)