<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

જમ્‍મુ-કાશ્‍મીર : શ્રીનગરના ખાનયારમાં એન્કાઉન્ટર, 2 આતંકીઓ છુપાયા હોવાની આશંકા : સર્ચ ઓપરેશન તેજ

જમ્‍મુ : શ્રીનગરના ખાનયારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખાનયાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે સુરક્ષા દળો વચ્ચે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે જેવી સંયુક્ત ટીમ શંકાસ્પદ વિસ્તાર તરફ પહોંચી, છુપાયેલા આતંકવાદીઓએ સંયુક્ત ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ રીતે એન્કાઉન્ટરની શરૂઆત થઈ હતી અને હાલમાં પણ આ વિસ્તારમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓ દરરોજ અહીં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે અને હંમેશા આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનું આયોજન કરે છે. આનો સામનો કરવા માટે સુરક્ષા દળો હંમેશા તૈયાર છે.

(12:50 PM IST)