હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ ધામના કપાટ કાલે 3 નવેમ્બરે બંધ થઇ જશે
10મેના બાબાના દર્શન ખુલ્યા હતા : કપાટ બંધ કરવાનો શુભ સમય સવારે 8.30 છે. અત્યાર સુધીમાં 16,02,144 (16 લાખ 2 હજાર 144) ભક્તો બાબા કેદારના દર્શન કરી ચુક્યા છે. આજે 2જી નવેમ્બરે ગંગોત્રી ધામના પણ કપાટ બંધ થઇ જશે

નવી દિલ્હી : રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ ધામના કપાટ 3 નવેમ્બરે બંધ થઇ જશે. બુધવાર 29મી ઓક્ટોબરે કેદારનાથ ધામના રક્ષક ભકુંત ભૈરવનાથના કપાટ બંધ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે એટલે કે બુધવાર 30 ઓક્ટોબરે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત સોનાની છત્રને પંચ પાંડા સમિતિ દ્વારા હટાવીને સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી હતી.
કેદારનાથના કપાટ રવિવારે બંધ થશે. આ વર્ષે ચારધામ યાત્રા 10મી મેથી શરૂ થઈ છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામની સાથે સાથે કેદારનાથ ધામના કપાટ પણ તે જ દિવસે ખોલવામાં આવ્યા હતા. મોટાભાગના ભક્તો દર વર્ષે 12 જ્યોતિર્લિંગોમાંના એક બાબા કેદારનાથ ધામના દર્શન કરવા આવે છે. જોકે, આ વખતે જુલાઈ મહિનામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પ્રવાસ પર બ્રેક લાગી ગઈ હતી. તેમ છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરવા આવ્યા હતા.
31 ઓક્ટોબર ગુરુવારની સાંજ સુધીમાં 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચુક્યા છે. ગુરુવારે 12 હજાર 225 શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કર્યા હતા. જેમાં 7 હજાર 248 પુરૂષો અને 4 હજાર 900 મહિલાઓનો સમાવેશ થાય છે. 77 બાળકોએ પણ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. આ રીતે આ વર્ષે ઓક્ટોબરની છેલ્લી તારીખ સુધી અત્યાર સુધીમાં 16,02,144 (16 લાખ 2 હજાર 144) ભક્તો બાબા કેદારના દર્શન કરી ચુક્યા છે.
ગયા વર્ષે 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા કેદારનાથમાં વર્ષ 2023માં 19 લાખ 61 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કર્યા હતા. વર્ષ 2023માં કેદારનાથના દરવાજા 25મી એપ્રિલે ખોલવામાં આવ્યા હતા. આ યાત્રા 15 નવેમ્બર 2023ના રોજ પૂર્ણ થઈ હતી. મતલબ કે ગયા વર્ષે પ્રવાસનો સમય આ વર્ષ કરતાં વધુ હતો. દિવાળી પછી 3જી નવેમ્બરના રોજ ભાઇબીજના દિવસે કેદારનાથ ધામના કપાટ બંધ કરવામાં આવશે. કપાટ બંધ કરવાનો શુભ સમય સવારે 8.30 છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
