News of Saturday, 2nd November 2024
રાજકારણમાં ભૂકંપ : ઓરિસ્સામાં ભાજપ સરકાર પર ફરી સંકટના વાદળ ઘેરાયા : 14 ધારાસભ્યો BJDના સંપર્કમાં
ઓરિસ્સામાં ભાજપ સરકાર પર ફરી સંકટના વાદળ ઘેરાયા છે. 22 ધારાસભ્યોમાંથી 14 ધારાસભ્યો ફરી BJDમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું હોઇ ઓરિસ્સાના રાજકારણમાં ગરમાવો થયો છે.

હાલમાં ઓરિસ્સામાં BJD સરકાર બની રહ્યાની અટકળો તેજ થઇ હતી. જેમાં ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોમાંથી 14 ફરી BJDમાં જોડાય તેવી શક્યતા દેખાઇ રહી છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયેલા 22માંથી 14 ધારાસભ્યો ફરી BJDમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ હાલ 78 ધારાસભ્યોના સમર્થનથી ભાજપ સત્તામાં છે. જેમાં BJD 51 ધારાસભ્યો સાથે વિપક્ષમાં છે. જ્યારે કોંગ્રેસ પાસે 14 ધારાસભ્ય છે. ત્યારે ઓરિસ્સામાં ભાજપ સરકાર પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં BJD સરકાર બનવાના ભણકારા સંભળાઈ રહ્યાં છે. કારણકે, ચૂંટણી પહેલા BJDમાંથી ભાજપમાં જોડાયેલા 14 ધારાસભ્યો ફરી BJDમાં જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
