<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

પીએમ મોદીએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભેચ્‍છા પાઠવી

નરેન્‍દ્રભાઇએ કહ્યું કે, આવનારા વર્ષમાં તમારા બધા સપના સાકાર થાય અને દરેક દિવસ નવી ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે

નવી દિલ્‍હી :ગુજરાતી નવું વર્ષ વિક્રમ સાવંત 2081 આજથી શરૂ થયું છે. આજે 2જી નવેમ્બર, શનિવારથી સમગ્ર રાજ્યમાં વિક્રમ સંવત 2081ની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતની જનતાને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

પીએમ મોદીએ ગુજરાતની જનતાને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ કહ્યું નવા વર્ષ માટે રામ-રામ! આજથી શરૂ થતું આ નવું વર્ષ તમારા જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે, તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના. આવનારા વર્ષમાં તમારા બધા સપના સાકાર થાય. દરેક દિવસ નવી ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

(4:48 PM IST)