'ખીણમાં વધતાં હુમલાઓ પાછળ એજન્સીઓ તો નથીને'? :ફારુક અબ્દુલા
હુમલાખોરોને પકડવા જોઈએ તો જ ખબર પડશે કે આ આતંકવાદીઓ પાછળ કોણ છે. તેમની હત્યા ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે, તેમને પકડો અને પૂછો કે આ બધું કોણ કરાવી રહ્યું છે. આ ઘટનાઓ હમણાં જ કેમ બની રહી છે આ હુમલાઓ પહેલા કેમ બંધ કરવામાં આવ્યા હતા અને હવે જ કેમ થઈ રહ્યા છે?

નવી દિલ્હી :દિવાળીના તહેવારોનો વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3 આતંકી હુમલા થયા છે જેમાં ગઈકાલે બડગામ અને બાંદીપોરામાં ફાયરિંગ થયું હતું અને આજે શ્રીનગરમાં ફાયરિંગ થયું હતું. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાને આતંકવાદની આ વધતી ઘટનાઓમાં ષડયંત્રની ગંધ દેખાય છે.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ હુમલો સંકટ સર્જવાનો પ્રયાસ છે. હુમલાખોરોને પકડવા જોઈએ તો જ ખબર પડશે કે આ આતંકવાદીઓ પાછળ કોણ છે. તેમની હત્યા ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે, તેમને પકડો અને પૂછો કે આ બધું કોણ કરાવી રહ્યું છે. આ ઘટનાઓ હમણાં જ કેમ બની રહી છે આ હુમલાઓ પહેલા કેમ બંધ કરવામાં આવ્યા હતા અને હવે જ કેમ થઈ રહ્યા છે?
બડગામમાં મજૂરો પર થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેની તપાસ થવી જોઈએ. અહીં સરકાર કેવી રીતે બની અને આવું થઈ રહ્યું છે. મને શંકા છે કે, શું તે લોકો જ આ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલાઓ હવે શા માટે થઈ રહ્યા છે, શું આ હુમલા પાછળ ઓમર અબ્દુલ્લા સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ છે?
નોંધનિય છે કે, આ પહેલીવાર નથી જ્યારે જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓ પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. આ પહેલા પણ અનેક વખત આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરી નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે બાટાગુંડ ત્રાલમાં ગોળીબારમાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં આ ત્રીજો કિસ્સો બન્યો હતો. આનો અર્થ એ થયો કે આજની ઘટનાને લઈને તાજેતરમાં જ આવા કુલ ચાર કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં આતંકવાદીઓ બિન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
